GSTV
Auto & Tech Trending

Alert! શું તમારા સ્માર્ટફોનમાં પણ દેખાય છે ગ્રીન બ્લિંકર? કોઈ કરી રહ્યુ છે તમારી જાસૂસી

શું તમે ક્યારેય પોતાના iPhone ના ફ્રંટ કેમેરાની એકદમ સાઈટમાં કોઈ બ્લિંકર જોયુ છે? આ ક્યારેક ગ્રીન કલર તો ક્યારેક ઓરેંજ કલરમાં દેખાય છે. જો તમારો જવાબ હાં છે તો સાવધાન થઈ જજો. કારણ કે, કોઈ તમારી જાસૂસી કરી રહ્યુ છે. તમારા લોકેશન અને એક્ટિવિટીને રિયલ ટાઈમ મોનિટર કરવામાં આવી રહ્યા છે. ચાલો જણાવીએ તેનું કારણ…

એપ્પલનું આ છે નવુ ફીચર

એપ્પલે હાલમાં પોતાની ઓપરેટિંગ સોફ્ટવેયરને અપગ્રેડ કર્યુ છે. iOS 14 માં એપ્પલે બધા આઈફોન્સ માટે નવો સોફ્ટવેર જાહેર કરી દીધો છે. આ અપગ્રેડ સોફ્ટવેરમાં નવુ ફીચર જાહેર કરવામાં આવ્યુ છે. જે હેઠળ જો હવે કોઈ તમારી મંજૂરી વગર સ્માર્ટફોનનો કેમરો અને સ્પીકર ઓન કરે છે તો આ બ્લિંકર પોતાની રીતે જ ચાલુ થઈ જાય છે. આ બ્લિંકર આઈફોન્સના ફ્રંટ કેમેરાની એકદમ બાજુમાં હોય છે. અત્યાર સુધી તેનો વધારે વપરાશ થયો નથી, પરંતુ હવે તેને ઓપરેશનલ કરી દેવામાં આવ્યો છે.

શું છે ગ્રીન અથવા ઓરેંજ બ્લિંકરની બળતરાનો મતલબ

ખાનગી વેબસાઈટ પ્રમાણે જો તમારા આઈફોનમાં ગ્રીન કલનો બ્લિંકર જોઈ રહ્યા છે તો, સમજી જશો કે, તમારો કેમરો એક્ટિવેટ કરી દેવામાં આવ્યો છે. કોઈ એપ તમારો વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. વીડિયોની સાથે તમારો ફોટો પણ લઈ શકાય છે. એમ જ જો મોબાઈલના ફ્રંટમાં ઓરેંજ બ્લિંકર દેખાઈ રહ્યા છે તો સમજી જજો કે, એપ તમારી વોઈસ રેકોર્ડ કરી રહ્યુ છે.

આ રીતે કરી શકશો બચાવ

Apple ના નવા સોફ્ટવેર અપગ્રેડ પ્રમાણે જો તમારા કેમેરા અને ઓડિય પર ખુદ કંટ્રોલ કરી શકે છે. તે માટે તમારે મોબાઈલના કંટ્રોલ સેંટરમાં જવું પડશે. અહીંયા તમે ખુદ જોઈ શકશો કે, તમે કઈ એપ્સને ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપી રાખી છે. જો તમને લાગે છે કે, કોઈ એપ તમારી મરજી વગર ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી લઈ રહ્યુ છે તો તેને તમે બંધ ખરી શકો છો.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV