GSTV
Gujarat Government Advertisement

6 નંબર સુધી તો ઠીક છે, પણ શું હવે વિરાટ કોહલીને 8માં નંબરની જગ્યાએ પણ બોલર નહીં બેટ્સમેન જોઈએ છે ?

Last Updated on January 23, 2020 by Mayur

2019ના વિશ્વકપમાં સેમિફાઈનલ મેચ રમી ટીમમાંથી બહાર નીકળેલા મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા કોણ લેશે તેના માટે હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ આ માટે અગણિત પ્રયોગ કર્યા પણ ચિત્ર હજુ ધૂંધળુ દેખાય રહ્યું છે. આઈસીસી દ્રારા પોતાના વાર્ષિક એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોહલીને વન-ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેની કમાન સોંપવામાં આવી. વિરાટ કોહલી માટે આ મોટી ઉપલબ્ધિ હતી પણ હવે સવાલ વિરાટ કોહલીની લાલચ પર મંડરાય રહ્યો છે.

વિરાટ કોહલીને 8માં નંબરની પોઝીશન પર પણ એક બેટ્સમેનની જરૂર છે. એટલે કે કોહલી મીડલ ઓર્ડરને મજબૂત કરવાની લાયમાં વધારે એક બેટ્સમેનની અપેક્ષા રાખી રહ્યો છે. વિરાટ કોહલીને મુંબઈ વનડેમાં જ આ પ્રયોગ નડી ચૂક્યો છે. વાત એવી છે કે ભારત જેવી મજબૂત ટીમમાં જ્યાં કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ.રાહુલ જેવા બેટ્સમેનો હોય ત્યાં 8માં ક્રમાંકે બેટ્સમેનની શું આવશ્યકતા ?

મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગ્લોરમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાર્દૂલ ઠાકુરની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી કરાવી. શાર્દુલ ઠાકુરની એન્ટ્રી એ કોઈ કારણ નથી, પણ નવદીપ સૈનીને બહાર બેસાડવાની વિરાટ કોહલીની કેપ્ટન તરીકેની નિર્ણય શક્તિ ઉડીને આંખે વળગે છે. હાલમાં જ યોજાયેલી શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણીમાં શાર્દુલ ઠાકુરે માત્ર 8 બોલમાં 22 રન બનાવ્યા હતા. જેથી વિરાટની નજર તેના પર ટકી ગઈ. બીજી તરફ નવદીપ સૈની દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરે છે. ટી ટ્વેન્ટીમાં તેણે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. બુમરાહ ટીમમાં પરત આવતા હવે નવદીપ સૈની ટીમમાં જગ્યા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આ પહેલા નવદીપ ટી ટ્વેન્ટી સિરીઝમાં સ્ટ્રગલ કરતો જોવા મળ્યો. એવામાં બોલિંગ આક્રમણની તમામ જવાબદારી અનુભવી મહોમ્મદ શમી ઉપર હતી. ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટથી મળેલી શરમજનક હાર પાછળ ઓફ ડે જ કારણ કારભૂત છે.

એ સમયે શાર્દૂલની જગ્યાએ નવદીપ સૈની હોત તો ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત હોવાનું હતું. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી તોડવા પાછળ પણ કોહલીની લાલચનો મોટો હાથ છે. રવીન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવા પાછળનું કારણ તે મજબૂત ઓલરાઊન્ડર છે. તેની બેટીંગ પણ ઘણી ઈનિંગોમાં પ્રભાવશાળી રહી છે. જેથી એક બોલર અને બેટ્સમેન આમ બંન્નેની ટીમમાં પૂરતી થાય.

લાંબા સમયથી વિરાટ કોહલીને મિડલ ઓર્ડર પાસેથી સહયોગ નથી મળી રહ્યો. ધોની વિશ્વકપ બાદ ટીમમાંથી બહાર છે. તેની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવેલા ઋષભ પંત પર મોટી જવાબદારી છે, જે હજુ સુધી સાબિત નથી કરી શક્યો. તેને જેટલી તક આપવામાં આવી છે તેટલી તક અન્ય કોઈ ખેલાડીને આપવામાં નથી આવી. 16 વનડે મેચ રમી ચૂકેલો ઋષભ પંત અત્યાર સુધીમાં 26.71ની એવરેજથી જ રન બનાવી શક્યો છે.

સંજૂ સેમસનને લઈને પણ વિરાટ કોહલીની રણનીતિ સાફ નથી. ઋષભ પંત સિવાય મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐય્યર, કેદાર જાધવ અથવા તો મનીષ પાંડેને તક મળી છે તો તેઓ કન્ટીન્યુસલી પોતાનું પરફોર્મન્સ નથી આપી શક્યા. વિરાટ એટલે જ મિડલ ઓર્ડર પાસેથી યોગદાનની વધારે અપેક્ષા રાખી રહ્યો છે. જેથી મીડલ ઓર્ડરના ખાલીપાને જાકારો આપી શકાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!