GSTV

શું કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતાં ઝિંકના કારણે થાય છે બ્લેક ફંગસ આઉટબ્રેક? જાણો શું કહે છે નિષ્ણાતો

દર્દીઓ

Last Updated on May 26, 2021 by Bansari

વિશેષજ્ઞોએ કોરોનાના દર્દીઓના ઇલાજમાં ઝિંકના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતાં આશંકા વ્યક્ત કરી કે તે બ્લેક ફંગસના મોટાપાયે ફેલાવામાં યોગદાન આપતુ એક પ્રમુખ પરિબળ હોઇ શકે છે, જેને વૈજ્ઞાનિક રૂપે મ્યુકરમાઇકોસિસ રૂપે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર રાજીવ જયદેવન અનુસાર, શરીરમાં ઝિંક અને આયરનની હાજરી બ્લેક ફંગસના કારણે બનતા ફંગસ માટે પૂરતુ વાતાવરણ પુરુ પાડે છે. તેમણે માંગ કરી છે કે ઝિંક અને મ્યૂકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ વચ્ચેની તપાસ કરવી જોઇએ જેથી તે સાબિત થઇ શકે કે ઝિંકનો ઉપયોગ ખતરનાક છે અથવા નહીં, તે સાબિત કરવા માટે નક્કર અને વિશ્વસનીય પુરાવા છે.

કોરોના

માર્ચ 2020 માં, જ્યારે મહામારી ભારતમાં શરૂ થઇ, ત્યારે ઝીંક અને અન્ય ઘણા વિટામિનનો ઉપયોગ ઇમ્યુનિટી વધારવા અને કોરોનાવાયરસ સામે લડવા માટે સપ્લીમેંટ તરીકે ઉભરી આવ્યો. જો કે, તાજેતરમાં કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે લોકોમાં ઝીંક બ્લેક ફંગસના મુખ્ય પરિબળો હોઈ શકે છે.

બ્લેક ફંગસ આઉટબ્રેક માટે અન્ય પરિબળો શું છે?

શનિવારે નીતિ આયોગના વી.કે. પોલે કોવિડ -19 સારવાર માટે સ્ટીરોઇડ્સના અતાર્કિક ઉપયોગ માટે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે મ્યુકોરમાયકોસિસમાં સ્ટેરોઇડ્સની ભૂમિકા નકારી શકાતી નથી. એવા કિસ્સાઓ છે કે જ્યાં સ્ટીરોઇડ્સનું એડમિનિસ્ટ્રેશન પહેલાંથી લેવામાં આવે છે અથવા જ્યાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે સ્ટેરોઇડ્સના હાઇ ડોઝ પર રાખવામાં આવે છે. આવી પ્રેક્ટિસ બ્લેક ફંગસનું જોખમ વધારી શકે છે.

કોરોના

ડાયાબિટીઝવાળા લોકોમાં પણ બ્લેક ફંગસ થવાની શક્યતા વધારે

ડાયાબિટીઝવાળા લોકોમાં અથવા બ્લડ સુગર લેવલને ડીરેન્જ્ડ કરનારા લોકોમાં પણ બ્લેક ફંગસ થવાની શક્યતા વધારે છે. આ મુખ્યત્વે એટલા માટે છે કારણ કે ડાયાબિટીઝ તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે જે તમારા શરીરને નબળું બનાવે છે અને બ્લેક ફંગસથી ગ્રસ્ત બનાવે છે. ડાયાબિટીઝના દર્દીઓમાં પણ, કોરોનાવાયરસ એક જ કારણસર કોન્ટેક્ટ થાય છે કારણ કે તે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે જે કોવિડ -19 વાયરસના હુમલાને પરમિશન આપે છે.

આ પરિબળો ઉપરાંત, ઓક્સિજન કંસનટ્રેટરના હ્યુમિડિફાયરમાં ડિસ્ટિલ્ડ વોટરને બદલે નળના પાણીનો ઉપયોગ પણ કોવિડ -19 દર્દીઓમાં અથવા તે લોકોમાં બ્લેક ફંગસ ફેલાવવાનું એક કારણ જણાવવામાં આવી રહ્યું છે જે આઇસોલેશનમાં ઓક્સિજન સપોર્ટ પર છે. માસ્ક અથવા કેનુલાનો ફરીથી ઉપયોગ અન્ય પરિબળો છે જે દેશભરમાં બ્લેક ફંગસને સ્પ્રેડ કરવામાં યોગદાન આપે છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!