શું રૂપિયો વધવા-ઘટવામાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી, જાણો હકીકત

રૂપિયા પર 2013થી શરૂ થયેલી રાજનીતિ અટકવાનું નામ લેતી નથી. કોંગ્રેસ હવે વ્યાજ સાથે આ રાજનીતિ વસૂલી રહ્યું છે. ત્યારે રૂપિયા પર શરૂ થયેલી રાજનીતિની સફર પર એક નજર કરીએ.

28 ઓગસ્ટ, 2013ના રોજ ડોલર સામે રૂપિયો રેકોર્ડ સ્તરે 68ના લેવલ સુધી ગગડ્યો હતો. નવેમ્બર 2014માં એક ડોલરની કિંમત 62 રૂપિયા થઇ ગઇ હતી. 27 જાન્યુઆરી, 2016ના રોજ જે ભાવ 28 ઓગસ્ટ, 2013ના રોજ હતો તે જ સ્તરે આવી જાય છે. આ વર્ષે જુન જુલાઇમાં પણ ક્રુડ ઓઇલના ભાવમાં મોટા પાયે ઉથલપાથલ થઇ ત્યારે જ કહેવાતું હતું કે ડોલર 70ની સપાટીને સ્પર્શી લેશે. ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ તળિયે પહોંચેલા રૂપિયાનું દેશના સ્વાભિમાન સાથે કનેક્શન છે કે નહીં તે તો રાજનીતિ કરનારાએ પ્રજાને બતાવવું જોઇએ. જેથી પ્રજાને ખબર પડે કે રૂપિયો ઘટવા પાછળના ખરેખર કારણો શું છે? શું રૂપિયો ઘટવામાં વડાપ્રધાનનો ખરેખર રોલ હોય છે કે નહીં તે સરકારે જ સ્પષ્ટ કરવું જોઇએ. કારણકે ચાર વર્ષ પહેલા કમજોર રૂપિયો તેમનો ફેવરીટ મુદ્દો હતો.

જો રૂપિયો કમજોર પડવામાં સરકારની ભૂમિકા ન હોય તો ચાર વર્ષ પહેલા શા માટે રાજનીતિ કરવામાં આવી? હકીકતમાં રિઝર્વ બેન્ક ડોલર વેચીને બજારમાં સપ્લાય વધારીને રૂપિયો બેલેન્સ કરવાના પ્રયાસ કરે છે. રૂપિયો નબળો પડવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય છે. વિદેશી રોકાણકારોને રિટર્ન ઓછું મળે. એનાલિસ્ટોનું કહેવું છે કે વિદેશી પરિબળોના કારણે રૂપિયો ઘટ્યો છે, બીજા દેશની કરન્સી પણ કમજોર થઇ રહી છે. આથી રિઝર્વ બેન્ક ડોલર સપ્લાય વધારે તો પણ અર્થ સરે એમ નથી. આર્થિક સચિવ કહે છે કે, બીજી કરન્સી પણ નબળી પડી રહી હોવાથી ડોલર સામે રૂપિયો 80 સુધી આવે તો પણ ચિંતા કરવા જેવું નથી.

આર્થિક અખબારોના અહેવાલો પ્રમાણે તુર્કીની કરન્સી 45 ટકા ધોવાઇ ગઇ હોવાથી કરન્સી માર્કેટમાં ઉથલપાથલ થઇ છે. લીરાના કારણે યુરો અને ન્યૂઝિલેન્ડ ડોલર સૌથી વધુ તૂટ્યો છે. દક્ષિણ આફ્રિકાનો ડોલર આઠ ટકા તૂટ્યો છે તો આર્જેન્ટિનાનો પેસો એટલે ગગડ્યો કે બેન્કોને પાંચ ટકા વ્યાજ દર વધારવા પડ્યાં છે. ઘણી વાર યેન, પાઉન્ડ, રિંગિટ અને ડોલર મજબુત થાય ત્યારે પણ રૂપિયો ઘટ્યાના દાખલા છે. 2011માં યુરોપીય સંકટના કારણે તો 2012માં ગ્રીસ સંકટના કારણે દુનિયાભરની કરન્સી ઘાયલ થઇ હતી. પરંતુ 28 ઓગસ્ટ, 2013ના રોજ ડોલર સામે રૂપિયો 68 થયો ત્યારે અમેરિકાની ફેડરલ બેન્કે ત્યાંના અર્થતંત્રમાં પ્રાણ ફૂકવા ડોલરનું પ્રમાણ વધારી દીધું અને કહી દીધું હતું કે ફેડ રિઝર્વ હમણાં બોન્ડ નહીં ખરીદે. આના કારણે દુનિયાભરની કરન્સી પર અસર પડી હતી. એને ટેમ્પર ટેંટરમ કહેવાય છે.

 

ક્યારેક ક્રૂડ ઓઇલ માર્કેટમાં ઉથલ પાછલ હોય છે તો કરન્સી પર અસર થાય છે, તો આ વખતે ટર્કીનું કારણ છે. પરંતુ રાજનીતિની પોતાની દુકાન ચલાવવા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. આ વખતે અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તેના કારણે એક બીજાની આઇટમ પર આયાત જકાત વધારી દે છે. તેના કારણે કરન્સી માર્કેટ પર અસર પડી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter