GSTV
Home » News » મોદી સરકારમાં જેટલીની ગેરહાજરી ભારત માટે લાભ કે ગેરલાભ?

મોદી સરકારમાં જેટલીની ગેરહાજરી ભારત માટે લાભ કે ગેરલાભ?

આર્થિક સુધારા મોરચે અપેક્ષા અનુરૂપ પ્રદર્શન નહિ કરવા અંગેના આરોપ નરેન્દ્ર મોદી સરકાર પર વારંવાર લગાવવામાં આવ્યો છે. હવે જ્યારે મોદી સરકારે પહેલા કરતા પણ વધારે જનાદેશ પ્રાપ્ત કરી જીત મેળવી છે ત્યારે આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકશે કે કેમ તેવા પ્રશ્નો ફરી ઉઠવા લાગ્યા છે. આ પ્રકારના પ્રશ્ન ઉઠવા પાછળ મોદી કેબિનેટમાં જેટલીની ગેરહાજરી છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં આર્થિક સુધારા જોઈએ તેવા થયા નથી તેવું પણ એક વર્ગ માને છે. જો કે દરેક લોકો માટે સુધારાની વ્યાખ્યા અલગ-અલગ હોય છે. જે લોકો શેરોમાં રોકાણ કરે છે તેમના માટે સુધારાનો અર્થ એવા નિર્ણયો છે જેનાથી કંપનીઓની કમાણીમાં વધારો થાય અને તેમના શેરોના ભાવ વધે. કોર્પોરેટ વર્લ્ડ માટે આર્થિક સુધારાનો અર્થ છે નિયમ તેમજ કાયદા સરળ બને જેથી તેનું પાલન કરવામાં મુશ્કેલી ના આવે. તેઓ મોટાભાગે ટેક્સમાં ઘટાડાની ઇચ્છતા રાખતા હોય છે.

દરેક વર્ગ પોતાની સહુલિયત મુજબ સુધારાની ઇચ્છા રાખતું હોય છે. કોઈપણ નાણાંમંત્રી અર્થવ્યવસ્થાને દિશા આપી શકે છે પરંતુ ફરજીયાતપણે ત્યાં ધકેલી ના શકે. બેંકોના વ્યાજ દર તેમજ યોજનાઓ માટે લોન આપવા જેવી બાબતોથી ખ્યાલ આવે કે પરિસ્થિતિ કેટલી મુશ્કેલજનક હોય છે. જો કે ચિંદમ્બરમ હંમેશા કહેતા હતા કે હેડલાઈનથી નંબર મેળવી શકાય છે પરંતુ સાંસ્થાનિક બદલાવ મોરચે સારું પ્રદર્શન કરવું વધુ મહત્વનું હોય છે.

મોદી સરકાર મુજબ અર્થવ્યવસ્થામાં સુધાર ત્રણ રીતે વધુ સારી રીતે થઈ શકે. 1.મૌદ્રીક નીતિ સ્વતંત્રતા, 2. દિવાલિયા કાનૂન અને 3 વસ્તુ તેમજ સેવા કર એટલે કે જીએસટી. આ ત્રણે બાબતોને જેટલીથી સારું કોઈ સમજી શકે તેમ નથી કેમકે જેટલી જ આ ત્રણે મુદ્દાઓ પર સારું કાર્ય કર્યું છે. કોઈપણ વ્યવસ્થામાં બદલાવ રાતોરાત આવી શકતો નથી કેવા સ્તરે કેવા પ્રકારનો બદલાવ લાવવાનો છે તે સમજવામાં બહુ સમય લાગે છે. પરંતુ જેટલીમાં આ તમામ ગુણો હતો જે એક નિષ્ણાત અર્થશાસ્ત્રીમાં હોય. જેટલીની ગેરહાજરી મોદી માટે લાભ બનશે કે ગેરલાભ તે તો સમય જ કહેશે.

READ ALSO

Related posts

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

Mansi Patel

દુષ્કર્મ મામલે લોકોમાં આક્રોશ, ઈન્ડિયા ગેટ પર પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ

Mansi Patel

અમેરિકામાં નેવલ બેઝ પર થયેલા ગોળીબારમાં મોટો ખુલાસો, સાઉદીએ માગી માફી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!