GSTV

સ્ટડી / શું આબોહવાના કારણે કોરોના સંક્રમણમાં થાય છે ફેરફાર? ભારતીય નિષ્ણાંતોના અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

Last Updated on September 15, 2021 by Zainul Ansari

કેરળમાં જાન્યુઆરી-2020માં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો. અને માર્ચ સુધી સમગ્ર દેશમાં વાયરસ ફેલાઇ ગયો. છીંક-ઉધરસ વડે કે પછી એકબીજાના સંપર્કમાં આવવાથી કોઇ વ્યક્તિ અન્ય વ્યક્તિમાં આ વાયરસ ફેલાતો હોવાનું સામે આવ્યું. જે બાદ વિવિધ અભ્યાસમાં કોરોના સંક્રમણ પર આબોહવાને કારણે થનારી અસરો પર કોઇ યોગ્ય અભ્યાસ સામે નહોતો આવ્યો. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ઘણા અજાણ્યા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

કોરોના

ભારતીય વૈજ્ઞાનિકોએ આબોહવાને કારણે કોરોનાના સંક્રમણ પર થતી અસર મુદ્દે જે અભ્યાસ કર્યો છે તેમાં અનેક નવી વિગતો સામે આવી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં તાપમાન અને ભેજ સહિત વિવિધ મુદ્દાઓને આવરી લીધા છે. જેને કોરોનાકાળના 6 મહિનાઓમાં ચકાસવામાં આવ્યા છે. જેમાં લોકડાઉન અને સામાન્ય દિવસોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. ભારતના ચારેય મોટા શહેરો દિલ્હી, મુંબઇ, પૂણે અને અમદાવાદમાં આબોહવાની વિવિધતાને કારણે સંક્રમણના પ્રસાર અને કેસોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા.

ચારેય શહેરોમાં દિલ્હી અને મુંબઇમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા. પ્રારંભમાં કોરોના પર સરસ રીતે નિયંત્રણ મેળવી લેવાયું. કેસો પણ ઓછા હતા અને મૃત્યુદર પણ ઓછો હતો. પરંતુ જ્યારથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી કોરોનાના કેસો વધ્યા અને મૃત્યુદર પણ વધ્યો. સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા. સમગ્ર દેશમાં નોંધાયેલા કેસના 21 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા. બીજી તરફ પૂણેની વસ્તી ભલે ઓછી હોય પરંતુ અહીં દર 1 લાખની વસ્તીએ 2 હજાર 890 કેસ નોંધાયા. જ્યારે કે સૌથી વધુ વસ્તી ધરાવતા મુંબઇમાં 1 લાખે 1 હજાર 679 કેસ સામે આવતા હતા. મતલબ કે પૂણેની આબોહવા અને મુંબઇની આબોહવા મુજબ ત્યાં કોરોનાના કેસો ઓછા કે વધારે હતા.

બીજી તરફ દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનાથી ફરી કેસો ઝડપથી વધવા લાગ્યા. સપ્ટેમ્બરમાં એક દિવસમાં 4 હજાર 473 કેસ નોંધાયા. જે ચારેય શહેરોમાં સૌથી વધુ હતા. મુંબઇમાં એપ્રિલના મધ્યમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું. જો કે પૂણેમાં ધીમી ગતિથી કેસો વધ્યા. અમદાવાદમાં એપ્રિલમા કેસ વધ્યા જે જૂન સુધી સતત વધતા રહ્યા. પરંતુ અન્ય 3 શહેરોની સરખામણીએ અમદાવાદમાં દૈનિક કેસોની સંખ્યા ફક્ત 200થી 300 જેટલી રહી.

કોરોના

ચારેય શહેરોના અભ્યાસમાં તારણ નીકળ્યું કે મુંબઇ અને પૂણેના સરેરાશ તાપમાનમાં ઘણો તફાવત હતો. જ્યારે કે દિલ્હીમાં પ્રારંભે તાપમાન ઓછુ હતું પરંતુ એપ્રિલ-મેમાં રેકોર્ડ ગરમી નોંધાઇ. અમદાવાદમાં પણ એપ્રિલ-મેમાં તાપમાન સૌથી વધુ હતું. જેની સામે મુંબઇમાં ભેજનું પ્રમાણ વધું રહ્યું. સ્ટડીમાં એ વાત સ્પષ્ટ થઇ કે દિલ્હી, મુંબઇ, પૂણે અને અમદાવાદનું વાતવરણ અલગ અલગ છે. અમદાવાદ સિવાયના ત્રણેય શહેરોમાં હ્યુમિડિટીને કારણે કોરોનાના કેસો વધ્યા. જ્યારે કે અમદાવાદમાં આ જ કારણે ઓછા કેસો નોંધાયા.

Read Also

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

મોટી જાહેરાત / સરકાર ટૂંક સમયમાં નવી સહકારિતા નીતિ લાવશે, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા પર નજર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!