GSTV
Home » News » લગ્નની રાત્રે રતિક્રિડાનો આનંદ માણતા સમયે શું સ્ત્રીને રક્તસ્ત્રાવ થવો જરૂરી છે ?

લગ્નની રાત્રે રતિક્રિડાનો આનંદ માણતા સમયે શું સ્ત્રીને રક્તસ્ત્રાવ થવો જરૂરી છે ?

હું ૨૫ વર્ષની નોકરિયાત અને અપરિણીત યુવતી છું. અમારી ઓફિસના બિલ્ડિંગમાં નોકરી કરતા એક યુવક સાથે મને પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ છે અને તે પંજાબી હોવાથી મારે ઘરે લગ્નની સંમતી નહોતી. તેને ઘરે અમારા લગ્નનો કોઈ વિરોધ નહોતો. તેમ-તેમ કરીને મેં મારા પરિવારના સભ્યોને મનાવ્યા અને હવે તેઓ તૈયાર થયાં છે ત્યારે તેના બનેવીને આ સંબંધ પસંદ નહોવાનું કહી આ યુવક લગ્ન કરવા તૈયાર નથી. આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ મને સમજાતું નથી. મારા માતા-પિતાને આ વાત જેવી રીતે કહેવી એ પ્રશ્ન મને મૂંઝવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (સુરત)

આ પુરુષને લગ્ન કરવા માટે દબાણ કરી તમને તમારું ગૌરવ તો જાળવી શકશો પરંતુ તે તમારી સાથે દબાણને વશ થઈને લગ્ન કરશે તો શું તમારં લગ્નજીવન સફળ થશે એમ તમને લાગે છે? તેણે આગળ ધરેલું કારણ ગળે ઉતરે તેવું નથી. આથી આ પાછળનું ખરું કારણ શોધો. ધીરજથી કામ લો.

એ તમારા માતા-પિતાને આ વાત કહેતા ડરો નહીં. તેમણે તેમની મરજી વિરુદ્ધ લગ્ન માટે સંમતી આપી હોવાથી તમે તમારા નિર્ણય બદલ્યો હોવાનું જાણીને તેઓ ખુશ થશે. મારી સલાહ એ છે કે તેની પાછળ આંસુ સારવાને બદલે તેને ભૂલીને તમારા જીવનમાં આગળ વધી જાવ.

હું ૧૯ વરસની છું. મને મારા ભાઈના મિત્ર સાથે પ્રેમ થયો છે. એક મહિના પહેલા મેં તેને આ વાત જણાવી હતી તેની લાગણીઓ વિશે હું જાણતી નથી. પરંતુ હું તેને દિલથી પ્રેમ કરું છું. તેના વગર જીવનની હું કલ્પના પણ કરી શકતી નથી મારે શું કરવું?

એક યુવતી (કચ્છ)

પ્રેમને તમે દબાણથી પ્રાપ્ત કરી શકો નહીં અને આ ઉંમરે આવા અનુભવો થાય છે. તમે તેને તમારા દિલની વાત કરી હતી અને તેણે તેનો જવાબ આપ્યો નથી. આથી તેને તમારા પ્રત્યે આવી કોઈ લાગણી નથી. એ સમજી જાવ. તમારે તેના વગર જીવવાની આદત કેળવવી પડશે. એક પક્ષીય પ્રેમમાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. હજુ તમારી ઉંમર પણ નાની છે અને લગ્નની તમને શું ઉતાવળ છે. પહેલાં ભણગણીને પગભર થાવ પછી લગ્નનો વિચાર કરો હમણા જીવન માણી લો.

હું ૩૦ વરસનો કુંવારો પુરુષ છું. મારી જ ઉંમરની એક પરિણીત અને બે સંતાનોની માતા સાથે પ્રેમ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. તેના પતિએ અમને સાથે જોયા પણ હતા. પરંતુ તેમણે મને આ બાબતે કંઈ કહ્યું નથી હું આ સ્ત્રી વગર રહી શકું તેમ નથી આ સ્ત્રી મને મળે છે અને મારી પાસે ભેટ સોગાદ તેમ જ પૈસા સ્વીકારે છે તેમ જ મને પ્રેમ કરતી હોવાનો દાવો કરે છે. આ પરિસ્થિતિમાં મારે શું કરવું એની સલાહ આપશો.

એક પુરુષ (ગુજરાત)

તમારામાં થોડી પણ સમજણ હોત તો તમારે આ પ્રશ્ન પૂછવાની જરૂર જ પડત નહીં. તમારે માટે એક જ વિકલ્પ છે. આ સ્ત્રીને ભૂલીને બીજું કોઈ લાયક પાત્ર શોધી તમારો ઘર સંસાર વસાવો. આ સ્ત્રી તમને મૂર્ખ બનાવી રહી છે.

તમારી પાસેથી પૈસા અને ભેટ લઈને તે પોતાના શોખ પૂરા કરી રહી છે. શક્ય છે કે તેનો પતિમા તેના આ શોખ પૂરા કરવાની આર્થિક તાકાત નહીં હોય એટલે તેમણે તમને તેની જાળમાં ફસાવ્યા હોય. તેના પતિ આ બાબતે ચૂપકીદી કેમ સેવે છે. એ પ્રશ્ન પણ વિચારવા લાયક છે.

મારા લગ્નને બે વર્ષ થયા છે અને લગ્નની પહેલી રાત્રે મને રક્તસ્રાવ થયો ન હોવાથી હજુ  સુધી મારા પતિ મને ચીડવે છે. અને એકવાર લોકો વચ્ચે તેમણે એવી કોમેન્ટ પણ કરી હતી કે મોટા ભાગની વર્જિન સ્ત્રીઓને પ્રથમ વાર સહચર્ય માણવાને કારણે રક્તસ્રાવ થાય છે અને ઘણી કોમમાં પ્રથમ રાત પછી નવપરિણીત સ્ત્રીએ રક્તસ્રાવવાળા કપડા પણ પરિવારને દેખાડવા પડે છે. આ પરિસ્થિતિમાં શું કરવું એ મને સમજાતું નથી.

એક બહેન (મુંબઈ)

આજની સદીમાં પણ પુરુષો આવી શંકા કરે છે એ જાણીને દુ:ખ થાય છે. કૌમાર્યને લગતી માહિતીઓ જાણીને તમારે તમારા પતિને હકીકતનું ભાન કરાવવાની જરૂર છે. કૌમાર્યની સાબિતી આપતો પડદો જન્મથી જ નહોય તેમ જ રમતી વખતે, સ્વિમિંગ કે ઘોડેસવારી દરમિયાન તેમ જ ટેમ્યુનના વપરાશથી એ તૂટી શકે છે.

તમારા પતિ એક નાના ટિશ્યુનો મોટો ઈશ્યુ બનાવી રહ્યા છે. કૌમાર્યનો સંબંધ મનથી છે અને આજે તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા પણ લગ્ન પૂર્વે સંભોગ કરી ચૂકેલી યુવતીઓ પોતે કુંવારિકા હોવાની સાબિતી આપી શકે છે. આ વાત તમારા પતિના મગજમાં ઉતારો અને ડોક્ટર પાસે લઈ જાવ. ડોક્ટર તેમના ગળે આ વાત ઉતારી શકશે. 

હું ૩૫ વરસની છું અને મારા શરીર પર નાની-નાની ગાંઠ છે. પેટ અને હાથો પર એનું પ્રમાણ વધારે છે. જો કે મને આનો દુ:ખાવો થતો નથી. પરંતુ દેખાવમાં આ ગાંઠો ભદ્દી લાગે છે અને દિવસે દિવસે વઘતી જ જાય છે. યોગ્ય સલાહ આપશો.

એક ભાઈ (ખંભાત)

તમારી આ બીમારી વિશે તમારો કોઈ ડોક્ટરની જ સલાહ લેવાની જરૂર છે. શક્ય છે કે આ ગાંઠ ચરબીની હોય. આ ગાંઠો કેન્સર જ છે એમ કહી શકાય નહીં. તમારે કોઈ સર્જનની સલાહ લેવાની જરૂર છે. તેમની સલાહ પ્રમાણે સારવાર કરાવો. ઘણી વાર ઓપરેશન દ્વારા આને દૂર કરવામાં આવે છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઉપચ્ચારથી વધુ ઠીક થઈ જશે.

READ ALSO

Related posts

‘મારા લગ્નની કોઇએ મને કંકોત્રી સુદ્ધાં ન આપી!’ લગ્નના અફવા પર ભડકી આ એક્ટ્રેસ

Bansari

આજથી બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, વિકાસના કામોનું થશે શિલાન્યાસ

Mayur

ત્રણ કલાકના ઉતરામાં 100 કરોડનો ધૂમાડો, સમય આવ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!