GSTV

સ્તનપાન બાદ તુરંત જ ઉલ્ટી કરે છે નવજાત? જાણો શું છે કારણ અને કેવી રીતે કરશો ઉપાય

ઘણી વખત જોવા મળે છે કે, નવજાત બાળક દૂધ પીધા બાદ ઉલ્ટી કરી દે છે. આ વાતને ઘણા બધા લોકો હળવાશમાં લેતા હોય છે. જ્યારે કે, કેટલાક માતા-પિતાને લાગે છે કે, એવુ હોવું સામાન્ય વાત નથી. ઘણી વખત બાળકના પેટમાં દર્દ અથવા ગેસના કારણે રડે છે, પરંતુ ક્યારેક-ક્યારેક બાળકને ઉલ્ટી પણ થઈ જાય છે. તેથી જો બાળકને વારંવાર ઉલ્ટી થઈ રહી છે તો, તેનું કારણ જાણીને સારવાર કરવી જરૂરી છે.

ઉલ્ટી થવાના કારણે

ઘણી વખત બાળકો દૂધ પીધા બાદ થોડુ-થોડુ દૂધ બહાર કાઢતા રહે છે. આ પ્રક્રિયાને એક સામાન્ય વાત સમજવી જોઈએ અને ગભરાવવું જોઈએ નહી. ક્યારેક-ક્યારેક બાળકોને પેટથી ફૂડ પાઈપના જતા રસ્તામાં ઘણો બધો ખાદ્ય પદાર્થ એકઠો થઈ જાય છે અથવા ફરી જરૂરિયાતથી વધારે દૂધ પી લેવાને કારણે બાળકોને ઉલ્ટી થઈ જાય છે, પરંતુ આ પરિસ્થિતિમાં થનારી ઉલ્ટીથી ગભરાવવાની જરૂરિયાત નથી.

બાળકોમાં ઉલ્ટી રોકવા માટે શું કરવુ

  • દૂધ પીવડાવ્યા બાદ બાળકોને હલાવશો નહી.
  • દરરોજ બાળકોને એક જ સમય પર દૂધ પીવડાવો.
  • દરરોજ અલગ સમય પર દૂધ પીવડાવવા પર સમસ્યા થઈ શકે છે.
  • ડૉક્ટરની સલાહ પર જ ઉલ્ટી રોકવાની દવા આપો.
  • જ્યારે પણ બાળકને દૂધ પીવડાવો તો પોતાની સાથે સ્વચ્છ કપડુ જરૂર રાખો. જેથી બાળકને ઉલ્ટી થાય તો તરત જ તેનું મોઢુ સાફ કરી શકાય છે.

READ ALSO

Related posts

SBI એ ગ્રાહકોની સુવિધા માટે શરૂ કરી નવી સર્વિસ! હવે કોઈપણ એડ્રેસ પર મગાવી શકશો ચેકબુક, આ રીતે કરોં ઓર્ડર

Ankita Trada

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!