GSTV

બાઇક કે કાર ચોરી થાય તો આ દસ્તાવેજો વિના નહીં પાસ થાય તમારે ઇન્શ્યોરન્સ ક્લેમ, ચેક કરી લો તમારી પાસે છે કે નહીં

કાર

કાર કે બાઇક ખરીદવી ઘણાં લોકો માટે સપનુ સાકાર થવા સમાન હોય છે. સાથે જ વાહન વીમા પોલીસી પણ જરૂરી છે. કાર અથવા બાઇક ચોરી અને દુર્ઘટનાના કિસ્સામાં વાહનનો વીમો ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ભારતમાં તાજેતરના સમયમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે. વીમા કંપનીઓ વાહન ચોરીના કિસ્સામાં ક્લેમ આપે છે. પરંતુ ઘણી વખત લોકો ઇન્શ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા અંગે ચિંતિત હોય છે. આની પાછળનું મુખ્ય કારણ તેમના દસ્તાવેજોનું પૂરા ન હોવા. ચાલો તમને જણાવીએ કે તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે .

FIR  નોંધાવો:

જો તમારું વાહન ચોરી થઈ ગયું છે, તો તરત જ નજીકના પોલીસ મથકે વિલંબ કર્યા વિના જાવ, એફઆઈઆર નોંધાવો. ઘણીવાર જોવા મળે છે કે વાહન ચોરીની ઘટનામાં લોકો ભયભીત થઈ જાય છે અને પરિવાર અને મિત્રોને બોલાવવાનું શરૂ કરે છે અને એફઆઈઆર નોંધાવવાને બદલે ઘરે જતા રહે છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશન જવું જોઈએ. ઇન્શ્યોરન્સ ક્લેમ કરવામાં એફઆઈઆર એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

ક્લેમ ફોર્મ ભરો

FIR નોંધાવ્યા બાદ ઇન્શ્યોરન્સ કંપનીના કસ્ટમર સર્વિસ સેંટર પર કૉલ કરો અને ક્લેમ ફોર્મ ભરો. ફોર્મમાં ભરવામાં આવતી ડિટેલ્સમાં કાર ડિટેલ, પોલીસી નંબર, વાહનની ડિટેલ્સ, ઘટનાનો સમય-તારીખ પણ સામેલ છે. ઘટના વિશે સંપૂર્ણ વિગત આપો.

આ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડશે

વાહનનાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)ની એક કૉપી, ક્લેમ ફોર્મ, ડ્રાઇવિંગ લાયસન્સ, પોલીસી દસ્તાવેજના પ્રથમ બે પેજ, પોલીસ એફઆઇઆરની કૉપી અને ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (આરટીઓ)ને ચોરીની જાણકારી આપતો લેટર ઇન્શ્યોરન્સ કંપનીને જમા કરવાનો રહેશે.

Read Also

Related posts

IPL 2020: આખરે ધોની સાતમા ક્રમે બેટિંગ કરવા શા માટે આવ્યો. જાણો તેનું કારણ

Bansari

આ પાંચમાંથી એક પણ વસ્તુ દહીંમાં મિક્ષ કરીને ખાવાની ટેવ હોય તો ચેતી જજો, કરે છે ખૂબ જ નુકશાન

Arohi

રાજસ્થાન: આ તારીખથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે મેહરાનગઢ, કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!