GSTV

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

ભારતમાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રીને પ્રતિબંધિત કરી છે. આ નિર્ણય મેડિકલ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ લીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને લદ્દાખમાં ડિગ્રી લઈને ભારતમાં પ્રેકટીસ કરવાની પરવાનગી નહીં મળે. ભારતમાં પ્રેક્ટીસ કરવા માટે POKJLના કોલેજના ભારતીય મેડિલ કાઉંસિલ એક્ટ હેઠળ પરવાનગી લેવી પડશે.

મેડિકલ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ લીધો આ નિર્ણય

મેડિકલ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, આવા ડોક્ટર્સ હવે ભારતમાં પ્રેક્ટીસ નહીં કરી શકે, સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પાક અધિકૃત કાશ્મીરના કોલેજના મેડિકલ ડિગ્રીધારકના એક વ્યક્તિએ જમ્મુ કાશ્મીર મેડિકલ કાઉંસિલ પાસે પ્રેક્ટીસ કરવા માટે પરવાનગી લેવી પડે છે. ડિગ્રીની તપાસ દરમયાન જાણવા મળ્યું કે, જે મેડિકલ કોલેજમાંથી જે ડિગ્રી મેળવી હતી તે માન્યતા પ્રાપ્ત ન હતી. તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું કહેવામાં આવ્યું નોટિસમાં

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વિસ્તાર ભારનું અભિન્ન અંગ છે. પાકના કબ્જાવાળા વિસ્તારમાં ચાલી રહેલા મેડિકલ કોલેજોને ઈન્ડિયન મેડિકલ કાઉંસિલ એક્ટ 1956 હેઠળ માન્યતાની જરૂરત છે. આવી પરવાનગી અહીંયાની કોઈ પણ મેડિકલ કોલેજને નથી આપવામાં આવી નથી. જે કારણે આવી કોલેજોમાંથી ડિગ્રી પ્રાપ્ત કરનારા કોઈ પણ વ્યક્તિ મેડિકલ કાઉંસિલ એક્ટ 1956 હેઠળ છુટ આપવામાં આવી શકાતી નથી.

Related posts

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel

94 વર્ષ જૂની બેંક ઉપર આવ્યું મોટું સંકટ, ખાતાધારકોને મળ્યો આ મેસેજ

Karan
Do NOT follow this link or you will be banned from the site!