GSTV

કોરોના દર્દીની સારવાર કરવાની ના પાડતા ડોક્ટર્સના લાઈસન્સ રદ કરવાની ચેતવણી

કેસ

હાલ કોરોનાના વધતા કેસ સામે સારવાર માટે ડોક્ટરોની વધુ જરુરીયાત ઉભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલીક હોસ્પિટલમાં ડૉક્ટરો જતા ડરી રહ્યા છે, તો કેટલાક ભાગી રહ્યા છે. આવી જ ઘટના ઝારખંડમાં સામે આવી હતી, ઝારખંડમાં એક ડોક્ટર કપલે કોરોનાની સારવાર કરવાની ના પાડી દીધી અને નોકરી છોડી દીધી હતી.

ઝારખંડમાં આ કિસ્સો સામે આવ્યો

વેસ્ટ સિંઘભુમ સિવિલ સર્જન ડોક્ટર મંજુ દુબેએ જણાવ્યું હતું કે, અમે રાજીનામુ આપનારા ડૉક્ટર આલોક તિર્કે ફરી સેવામાં જોડાવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે અને જો આમ ન કરે તો, આ ડોક્ટરની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. આ નિર્ણય લેવાનો આદેશ રાજ્યના સ્વાસ્થ્ય સચિવ ડો. નિતિન મદને આપ્યો હતો.

સારવારની ના પાડતા લાઈસન્સ રદ કરવાની ચેતવણી

એટલુ જ નહીં જો કોરોના વાઈરસના દર્દીની સારવાર માટે તેઓ પોતાની ડયૂટીમાં નહીં જોડાય તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે, તેવી ચીમકી પણ સરકારે આપી દીધી છે. ઝારખંડ એપિડેમિક ડિસીઝ (કોવિડ-19) રેગ્યુલેશન એક્ટ 2020, એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે. રાજીનામું આપનારા ડોક્ટરને ત્રણ દિવસ પહેલા જ કોરોના વાઇરસની સારવાર માટેની જવાબદારી સોપવામાં આવી હતી, જોકે ડરના માર્યા આ ડોક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને લેખિતમાં નહીં વોટ્સએપ તેમજ ઇમેલથી જ રાજીનામુ આપી દીધુ હતું.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!