GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

દેશમાં કોરોના વોરિયર્સ પર ત્રીજો હુમલો, ડોક્ટરોએ અમિત શાહની માગી મદદ, પીએમ મોદીએ આપ્યા છે કડક આદેશો

દેશમાં સતત બીજા દિવસે પણ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાની ઘટના બની છે. ઝારખંડની રાજધાની રાંચીમાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા માટે હિંદપીઢી નામના વિસ્તારમાં ગયા હતા. ઈન્ડોનેશિયાથી આવેલી આવેલી આ મહિલા પોઝિટિવ હોવાની જાણકારી સ્વાસ્થ્ય વિભાગને મળ્યા બાદ તેમણે કર્મચારીઓની ટીમ મોકલી હતી. કારણકે મહિલા સારવાર કરવાની જગ્યાએ છુપાઈ રહી હતી. દેશમાં 3 જગ્યાએ કોરોના વોરિયર્સ પર હુમલા થયા છે. પીએમ મોદીએ તબીબો પર થઈ રહેલા હુમલાઓ બાબતે કડક આદેશો કર્યો છે. કોરોના વોરિયર્સ હાલમાં જીવને જોખમમાં મૂકીને આ મહામારીને નાથવા માટે જીવ દાવ પર મૂકીને લડી રહ્યા છે.

મધ્યપ્રદેશ

જોકે અહીંયા સ્થાનિક લોકોએ આ ટીમ પર લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કરી દેતા દોડધામ મચી ગઈ હતી. આ પહેલા ઈન્દોરમાં ડોક્ટરો પર હુમલો થયો હતો. આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. કોરોનાની લડાઈ લડી રહેલા ડોક્ટરો સાથે થઈ રહેલા ખરાબ વર્તન અને હુમલાના પગલે હવે ડોકટરોએ સીઆરપીએફની સુરક્ષાની માંગણી કરી છે.

એમ્સ હોસ્પિટલના ડોક્ટરોના સંગઠને આ માટે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ખાસ કરીને હૈદ્દ્રાબાદમાં ડોકટરો પર જે રીતે હુમલો થયો છે તેને લઈને ભારે રોષ ફેલાયો છે. સંગઠને પત્રમાં લખ્યું છે કે, ડોકટરો કોરોના સામે દિવસ રાત લડી રહયા છે. ડોક્ટરો પોતે કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવા છતાં ડ્યુટી કરી રહ્યા છે ત્યારે હવે ડોક્ટરની સુરક્ષા માટે હોસ્પિટલોમાં સીઆરપીએફને ડ્યુટી પર મુકવામાં આવે. સાથે સાથે ડોક્ટરોએ માંગ કરી છે કે, કોરોનાની સારવાર માં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષાના ઉપકરણો પુરા પાડવામાં આવે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!