GSTV
Home » News » મહિલા કઈં પણ ખાતી તો ગાલ સૂજી જતો, ઓપરેશનમાં લાળ ગ્રંથીમાંથી નીકળ્યું એવું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ

મહિલા કઈં પણ ખાતી તો ગાલ સૂજી જતો, ઓપરેશનમાં લાળ ગ્રંથીમાંથી નીકળ્યું એવું કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ

66 વર્ષની એક ઈરાકી મહિલાને એક એવી મુશ્કેલી આવી ગઈ કે, તે કઈં પણ ખાય તો તેના ગાલ સૂજી જતા. આ સોજો એટલો બધો આવતો કે, તે ઘરમાંથી બહાર પણ નહોંતી નીકળી શકતી. તપાસ કરાવી તો કઈંક આશ્ચર્યજનક નિદાન આવ્યું. તેની લાળ ગ્રંથીમાં પથરી હતી. જેના કારણે સોજો આવી જતો હતો. આ પથરી એક-બે નહીં પણ 53 હતી.

રાજધાની દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોએ આ મહિલાનું ઓપરેશન કર્યું અને લાળગ્રંથીમાંથી 53 પથરીઓ કાઢી. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે, લાળાગ્રંથીમાં એકસાથે આટલી પથરી મળવાનો અને કાઢવાનો આ દુનિયાનો પહેલો કેસ છે.

સર્જરી કરનારી ટીમના ડૉક્ટર અને ગંગારામ હોસ્પિટલમાં ઈએનટીના કંસલન્ટન્ટ ડૉ. વરૂણ રાયે કહ્યું કે, આ બહુ મોટો પડકાર હતો કે, માત્ર 3 મિમી પહોળી નળીમાં કોઇ જખમ ન થાય એ રીતે પથરીઓને કાઢવામાં આવે. આખી પ્રક્રિયામાં બે કલાક લાગ્યા.

લાળ ગ્રંથીમાંથી 25 કરતાંવધારે પથરીઓ કાઢવાનો કેસ હજી સુધી ક્યાંય જોવા મળ્યો નથી. લાળગ્રંથીમાં પથરીના કેસ દુનિયામાં 0.02 ટકા કરતાં પણ ઓછા છે. જેમાં 53 પથરીઓ કાઢવી એ દુર્લભ કેસ છે. મહિલા કઈં પણ ખાતી તો તેની લાળ ગ્રંથીમાંથી લાળ નીકળી શકતી નહોંતી અને ચહેરો સૂજી જતો હતો. પથરીઓ લાળને નીકળવા દેતી નહોંતી.

Related posts

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

ન સિગરેટ, ન શરાબ, ગબ્બરને હતી આ વસ્તુની લત, સેટ પર લઈ આવ્યા હતા ભેંસ

NIsha Patel

અલીબાબા : 1 સેકન્ડ, 1 મીનિટ અને 1 દિવસના વેચાણના આંક કેટલાય દેશોની જીડીપી બરાબર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!