GSTV
Ahmedabad Trending ગુજરાત

IMA, ટીચર્સ એસો. જુનિયર ડોક્ટરોના સમર્થનમાં, સળંગ આઠ દિવસથી જુનિયર ડોક્ટરોની હડતાળ 

સિવિલ હોસ્પિટલ ખાતે જુનિયર ડોક્ટરોની હડતાળને આઠ દિવસ થઇ ચૂક્યા  હોવા છતાં હજુ પણ મડાગાંઠ યથાવત્ છે. જેના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખા તેમજ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન પણ જુનિયર મેડિકલ ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આગળ આવ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલમાં બુધવારે ૨૪ કલાક દરમિયાન ૧૦૦ જ્યારે ગુરુવારે સવારથી સાંજમાં કુલ ૩૭ સર્જરી થઇ હતી. આમ, છેલ્લા આઠ દિવસથી સર્જરી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. ઈમરજન્સી સર્જરી હોય તો તેના માટે પણ ૧૨ કલાકનું વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત  ઓપીડીમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ લાંબી લાઇન જોવા મળી રહી છે. સર્જરી પર ઓછો કાપ મૂકવો પડે તેના માટે વધુ ૧૫ એનેસ્થેટેટિસ્ટની માગ કરવામાં આવી છે.

બકરી

બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-ગુજરાત બ્રાંચના સેક્રેટરી ડો. મેહુલ શાહે જણાવ્યું કે, ‘જુનિયર ડોક્ટર એસોસિયેશન તરફથી અમને આવેદન  મળ્યું છે, જેનું અમે સમર્થન કરીએ છીએ. તેઓની ન્યાયિક અને યોગ્ય માગણીને ઝડપથી સ્વિકારી સામાન્ય નાગરિકોને પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને તાકીદે સંતોષકારક ઉકેલ લાવવા અનુરોધ છે. ‘ બીજી તરફ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશને જણાવ્યું કે, ‘કોરોના વખતે ફ્રન્ટ ફૂટમાં ફરજ બજાવનારા જુનિયર ડોક્ટરોની માગણી વાજબી છે. કોવિડના કપરા કાળમાં ફરજ નિભાવનારા તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ પૂરતા આદરને પાત્ર છે. ‘

READ ALSO

Related posts

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu
GSTV