GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

doctors-strike-cancel

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારી તબીબ દ્વારા આજથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ તબીબોએ હડતાળને મોફૂક રાખી છે. બેઠક બાદ તબીબોએ જણાવ્યું હતું કે, સરકારે અમારી માંગણીને પૂર્ણ કરી છે. સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. જેથી અમે અમે હડતાળ પાછી ખેંચી રહ્યાં છીએ અને રાજ્ય સરકારે અમારી તમામ માંગણીઓ સ્વીકારી છે.

છેલ્લાં 9 વર્ષથી આ પડતર પ્રશ્નો છે

તો બીજી તરફ રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. તબીબોના વિવિધ પ્રશ્નો અને માંગ મુદ્દે આરોગ્ય પ્રધાનની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તબીબોની વિવિધ માગ જેવી કે, નોન પ્રેક્ટિસ એલાઉન્સ, કેરિયર એડવન્સમેન્ટ સ્કીમનો લાભ તબીબી શિક્ષકોને આપવા અને MBBS કરાર આધારિત તબીબોના પગાર ભથ્થામાં વધારો કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સરકાર તબીબોની વિવિધ માંગનો સ્વીકાર કરવા તૈયાર છે. બેઠકમાં હાજર રહેનાર તબીબનું કહેવું છે કે, છેલ્લાં 9 વર્ષથી પડતર પ્રશ્નો છે અને વિજય રૂપાણીની સરકારમાં અનેક વખત રજુવાત કરવામાં આવી હતી. તેમ છતાં તેનું નિવારણ આવ્યું નથી.

READ ALSO :

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV