GSTV

ડોકટરની હડતાળ : ગૃહ મંત્રાલયે બંગાળ સરકારને આ સલાહ આપી, તાકિદે આ કામ કરો

કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીનાં પરિવારજનોએ ડોકટર સાથે મારપીટ કરતા મામલો વધુને વધુ લડાયક બની રહ્યો છે. આ ઘટનાનાં વિરોધમાં હાલમાં પશ્ચિમ બંગાળમાં ડોકટરોની હડતાળ ચાલી રહી છે. જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. કોલકાતાનાં તબીબોની હડતાળનાં ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. તેમજ દેશભરનાં ડોકટરો વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ સરકાર પાસે ડોકટરોની સુરક્ષા ફરજીયાત કરાવવા માટે માગ કરી રહ્યા છે.

આ ઘટના બાદ અહિંના ડોક્ટરો  સુરક્ષાની માગ કરી રહ્યા છે. મમતા બેનરજીએ આ હડતાળ પાછળ ભાજપને જવાબદાર ગણાવી છે અને ડોક્ટરોને તાત્કાલિક કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.  જો કે સીએમનાં આદેશનો ઉલાળીયો કરીને મમતા સરકારથી નારાજ 300થી વધુ ડોક્ટરોએ રાજીનામા ધરી દીધા છે. આ દરમિયાન ડોક્ટરોની હડતાળ મુદ્દે કોલકાતા હાઇકોર્ટ પણ મમતા સરકારની ટીકા કરી છે. હાઇકોર્ટે મમતા સરકારને આદેશ આપ્યો છે કે તે તરત જ નારાજ ડોક્ટરો સાથે વાત કરે અને જણાવે કે તેણે ડોક્ટરોની સુરક્ષા માટે ક્યાં પગલા લીધા છે. 

IMAની રાષ્ટ્રવ્યાપી હડતાળ

આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ)એ આજે જણાવ્યું છે કે 17 જૂને દેશના તમામ ડોક્ટરો હડતાળ પર જશે. આ દરમિયાન ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. 

IMAએ મીડિયા સાથે વાત કરતાં જણાંવ્યું કે, અમે ડોક્ટરોની સુરક્ષા ઇચ્છીએ છીએ. કોલકાતામાં મેડિકલના વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા છે. સડકો પર હિંસા શરૂ થઇ ગઇ છે. અમે ઇચ્છીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં હુમલો કરનારાઓને સજા મળે. હોસ્પિટલમાં હિંસાની વિરુદ્ધ કેન્દ્રીય કાયદો અમલમાં આવે. અમે જાહેરાત કરીએ છીએ 17 જૂને સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાળ પર જશે અને ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. આ હડતાળમાં ખાનગી હોસ્પિટલો પણ જોડાશે. 

17 તારીખે નવાજૂની થવાનાં એંધાણ

17 તારીખે સવારે 6 વાગ્યાથી લઇને 18 તારીખે સવારે 6 વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય ડો. હર્ષવર્ધને હડતાળ માટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે મમતા ડોક્ટરોને ધમકી આપી રહ્યાં છે. ડો. હર્ષવર્ધન મમતા બેનર્જીને પત્ર લખી ડોક્ટરોની માગોને ધ્યાનમાં લઇ હડતાળ સમાપ્ત કરાવવાનું જણાવશે. 

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!