GSTV

તબીબો માથે ખતરો: કોરોનાની બીજી લહેરમાં 269 ડોક્ટર્સના ગયા જીવ, સૌથી વધુ આ રાજ્યના તબીબો ભોગ બન્યા

Last Updated on May 18, 2021 by Harshad Patel

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન 269 ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તમામ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે.જોકે પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ઓછા ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન 748 ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા.

બિહારમાં કુલ 78 ડોકટરોના મોત થયા

જોકે દેશમાં સૌથી વધારે ડોકટરોના જીવ બિહારમાં ગયા છે. બિહારમાં કુલ 78 ડોકટરોના મોત થયા છે.બીજો ક્રમ યુપીનો આવે છે. અહીંયા 37 ડોકટરો કોરોનાના કારણે મોતને ભેટયા છે. દિલ્હીમાં 28 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે તો આંધ્ર પ્રદેશમાં કોરોના 22 ડોકટરોને ભરખી ગયો છે.

સૌથી વધારે દર્દીઓ છે ત્યાં 14 ડોકટરોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યો

મહારાષ્ટ્રમાં કે જ્યાં કોરનાના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં 14 ડોકટરોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે. આઈએમએના પૂર્વ અધ્યક્ષ પદ્મશ્રી ડોકટર કે કે અગ્રવાલનુ કોરોનાના કારણે સોમવારે મોડી રાતે નિધન થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ એમ્સમાં દાખલ હતા અને ત્રણ દિવસ પહેલા તબિયત વધારે બગડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મુકવામાં આવ્યા હતા. દરમિયાન કોરોનાના નવા કેસોમાં દેશમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.આમ છતા બીજી લહેર હજી પણ યથાવત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

ડ્રેગનની હરકતોથી નિપટવા ભારતની તૈયારી, લદ્દાખમાં આતંક વિરોધી એકમના ૧૫ હજાર જવાન ખડકાયા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!