GSTV
Health & Fitness India Life News Trending

વાતાવરણ બદલાતાં ઈન્ફ્લુએન્ઝા વાયરસનું વધ્યું જોખમ, H3N2 વેરિઅન્ટને લઈને ડોક્ટરોએ આપી આ ચેતવણીઃ ઓળખી લો વાયરસના ચારેય વેરિયન્ટ

હવામાનમાં પરિવર્તનની સાથે જ ઈન્ફ્લુએન્ઝા વાયરસના H3N2 વેરિઅન્ટનું જોખમ વધી ગયુ છે. જેને લઈને હેલ્થ એક્સપર્ટ ખાસ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસના ચાર પ્રકાર છે- એ,બી,સી અને ડી જેમાં ઈન્ફ્લુએન્ઝા એ H1N1 અને H3N2 ઝડપથી ફેલાય છે.

 શું છે ઈન્ફ્લુએન્ઝા

ઈન્ફ્લુએન્ઝા કે ફ્લુ એક શ્વાસની સંક્રમણની બીમારી છે જે ઈન્ફ્લુએન્ઝા વાયરસના કારણે થાય છે. આ સમગ્ર દુનિયામાં ફેલાય છે અને WHOની મહામારીઓની યાદીમાં સામેલ છે. WHO અનુસાર સિઝનલ ઈન્ફ્લુએન્ઝા વાયરસના ચાર વેરિઅન્ટ- એ, બી, સી અને ડી છે. અહીં એ જાણવુ જરૂરી છે કે ફ્લૂના તમામ વેરિઅન્ટ ખતરનાક નથી. જેમાં એ અને બી વધુ સંક્રમક છે અને સિઝનલ મહામારીનું કારણ બને છે.

ઈન્ફ્લુએન્ઝા એ

આ વાયરસ સૌથી વધુ સંક્રમણનું કારણ બને છે. જેના બે સબવેરિઅન્ટ છે. એચ1એન1 અને એચ3એન2. એચ1એન1 ને સ્વાઈન ફ્લૂના નામથી પણ ઓળખવામાં આવે છે જે 2009માં ઝડપથી ફેલાયો હતો. એચ3એન2 વાયરસ વર્તમાનમાં સંક્રમણનું કારણ બની રહ્યો છે.

ઈન્ફ્લુએન્ઝા બી

આનો કોઈ સબ વેરિઅન્ટ નથી પરંતુ આની વંશાવળી છે. વર્તમાનમાં ફેલાઈ રહેલો B વાયરસ યામાગાટ અથવા વિક્ટોરિયા વંશનો છે.

ઈન્ફ્લુએન્ઝા સી

આ સામાન્યરીતે ખૂબ ઓછો હોય છે અને સામાન્ય સંક્રમણના કારણે બને છે. જેને લઈને વધુ ચિંતા કરવાની જરૂર નથી.

ઈન્ફ્લુએન્ઝા ડી

આ વાયરસ મુખ્યરીતે જાનવરોને પ્રભાવિત કરે છે અને આ લોકોમાં સંક્રમણનું કારણ માનવામાં આવે છે.

દિલ્હી સરકારે એડવાઈઝરી જાહેર કરી

ઈન્ફ્લુએન્ઝાના વધતા જોખમ વચ્ચે શુક્રવારે દિલ્હી સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યુ, દિલ્હીના સરકારી હોસ્પિટલોમાં આ વાયરસના વધુ કેસ સામે આવ્યા નથી, પરંતુ જિલ્લા મોનિટરીંગ એકમો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સરકારી હોસ્પિટલોને સિઝનલ ઈન્ફ્લુએન્ઝાના ફેલાવાને રોકવા અને દેખરેખ રાખવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે.

આ રીતે કરો બચાવ

દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છેકે કોરોના અને ઈન્ફ્લુએન્ઝાથી બચાવ માટેની રીત સમાન છે. એડવાઈઝરી અનુસાર 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સાવધાની રાખવી જોઈએ. જેમને અસ્થમા કે પહેલા કોરોના થઈ ગયો હોય તેઓ સાવધાન રહે. ભીડથી દૂર રહેવુ જોઈએ, મોઢા પર હાથ ન લગાવવો જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ.

કેન્દ્રએ પણ એડવાઈઝરી જાહેર કરી છે

H3N2 વાયરસના જોખમને જોતા કેન્દ્ર સરકારે પણ 6 રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એડવાઈઝરી જાહેર કરી છે. જોકે, આમાં દિલ્હી સામેલ નથી.

મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના દર્દી વધ્યા

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે પરંતુ ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણમાં વધારો થયો છે. ગુરૂવારની સરખામણીએ શુક્રવારે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 226 ઘટીને 197 પહોંચી ગઈ. આ દરમિયાન ઈન્ફ્લુએન્ઝાના દર્દી શુક્રવારે વધીને 166 થઈ ગયા. જોકે, કોઈ મૃત્યુ નોંધાયુ નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV