GSTV

અમદાવાદના ડોક્ટરોની ટીમે વિશ્વમાં રેર કહેવાય તેવી સર્જરી કરી કિશોરને નવી જિંદગી બક્ષી, હ્દય આવી ગયું હતું બહાર

Last Updated on November 5, 2019 by

કહેવાય છે કે ડોકટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આ વાતને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટરોએ સાર્થક કરી છે. વિશ્વમાં જવલ્લે જોવા મળતા અત્યંત જટિલ બર્ન્સ કેસમાં એક 14 વર્ષીય કિશોરને અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ત્રણ સર્જરીઝ બાદ નવું જીવન મળ્યું છે. કિશોર ખેતરમાં કામ કરી રહ્યો હતો તે સમયે તેના ઉપર 11 હજાર વોટનો ઇલેક્ટ્રીક વાયર પડતા તેની છાતી ફાટી ગઈ અને તેનું હૃદય ખુલ્લું પડી ગયું હતું. પરંતુ ડોક્ટરોએ સફળ સર્જરી કરી કિશોરની જિંદગી બચાવી લીધી છે.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો આ 14 વર્ષીય કિશોર ખરા અર્થમાં મોતને હાથતાળી દઇને પરત ફર્યો છે. રાજસ્થાનના જોધપુરના મથાનીયા ગામનો રહેવાસી આ કિશોર પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે સમયે તેના પર 11 હજાર વોટનો ઇલેક્ટ્રિક વાયર પડતા તે અતિ ગંભીર રીતે દાઝી ગયો. ઇલેકટ્રિક વાયર સીધો જ દિનેશની છાતી પર પડવાથી તેનું હૃદય પણ ખૂલ્લું પડી ગયું. સ્થાનિક હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા તેને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યો. જ્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે વિશ્વમાં રેર કહેવાય તેવી સર્જરી કરી કિશોરને નવી જિંદગી બક્ષી છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રણ ડોકટરો દ્વારની ટીમ દ્વારા આની સર્જરી કરવામાં આવી છે. જે સમયે કિશોરને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની સ્થિતિ નાજુક હતી. કિશોરને હાથે, માથામાં ખોપડીના ભાગે, હ્યદય પર, પગમાં એમ વિવિધ જગ્યાએ દાઝ્યાના જખ્મો હતા. કિશોર ના ચામડીથી લઇને સ્નાયુઓ, નસો, પાંસળીઓ અને હ્યદયને રક્ષણ આપતું ઉપલું પડ બળી ગયું હતું. આ સિવાય હ્યદય માંથી પણ કરંટ પ્રસાર થયો હતો એટલે હ્યદયને પણ નુકસાન થયું હતું. આ કેસ ડોકટર માટે એક પડકાર હતો. પરંતુ કિશોરની ત્રણ સર્જરી કરી સ્ટર્લિંગ હોસ્પિટલની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે.અને ૧૪ વર્ષીય કિશોર દિનેશ પરિહારને બચાવી લેવામાં આવ્યો છે. વિશ્વની સૌથી જટિલ સર્જરી થાય બાદ કિશોર નો જીવ બચી ગયો છે ત્યારે કિશોરે જણાવ્યું કે તે બહુ સ્વાસ્થ્ય છે અને તેને નવી જિંદગી મળી છે. અત્યારે તેને કોઈ તકલીફ નથી.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!