GSTV

ડૉકટર શ્યામની પૂર્વ પત્નીની Audio સામે આવી, કહ્યું ચારિત્ર્યનો ખરાબ છે

Last Updated on January 6, 2019 by

રાજકોટમાં લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો એક યુવક 22 દિવસથી લાપતા હોવાની વિગતો સામે આવી. જેનો એક વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં ગૂમ થયેલા યુવક સાથે દેખાયા ડોકટર શ્યામ રાજાણી. જે યુવકને માર મારતા જોવા મળ્યા.

દર્દથી ચીસો પાડતો આ યુવક મયુર મોરી છે. જે છેલ્લા 22 દિવસથી ગૂમ છે. અને તેને માર મારતા દેખાય રહ્યા છે ડોકટર શ્યામ રાજાણી. જેઓ લાઇફ કેર હોસ્પિટલમાં ફિઝિશ્યન તરીકે કાર્યરત છે. આ વીડિયો સામે આવ્યા બાદ ડોકટર શ્યામની લાઇફ કેર હોસ્પિટલમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ. જ્યાં કામ કરતી મહિલાકર્મીઓની પૂછપરછની સાથે કેટલુંક સાહિત્ય પણ કબજે કરાયુ છે. આ સાથે તપાસમાં સામે આવ્યુ છેકે ડોકટર શ્યામા રાજાણીની હોસ્પિટલના 2 માળ પણ ગેરકાયદે છે જે બાદ તેની અટકાયત કરીને પૂછપરછ કરાઇ.

તપાસમાં સામે આવ્યું છે કે આ ડોક્ટર પાસે કોઈ ડીગ્રી ન નથી તેમજ તે બોગસ ડોક્ટર છે. બીજી તરફ એવી વિગતો સામે આવી છે કે આ ડોક્ટરના વિવિધ ગોરખધંધા સામે આવ્યા બાદ જ તેની પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી. ડોક્ટરની પત્ની કરિશ્મા ગાંધીના છ વર્ષ પહેલા ડોક્ટર સાથે લગ્ન થયા હતા. હાલ ડોક્ટરની પત્નીએ છૂટાછેડા માટેની અરજી કોર્ટમાં દાખલ કરી છે.

ડોક્ટરની પત્ની કરિશ્માએ હોસ્પિટલના કર્મીને માર મારતો વીડિયો વાયરલ થયા બાદ તેના પતિના વિવિધ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. એટલું જ નહીં હવે આ અંગેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. જેમાં ડોક્ટરની પત્ની એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. આ વાતચીત દરમિયાન તેણી કહી રહી છે કે લગ્નના થોડા વર્ષો બાદ ધીમે ધીમે તેના પતિની હકીકત સામે આવવા લાગી હતી. એટલું જ નહીં તેના પતિ પાસે ડોક્ટરની કોઈ ડીગ્રી નથી. આ ઉપરાંત તેનો પતિ ભૂતકાળમાં ગર્ભ પરીક્ષણ કરતા પણ પકડાયો હતો.

આ સમગ્ર ઘટનામાં સવાલ થાય કે આખરે ડોકટર શ્યામ રાજાણીએ મયુર મોરી જે યુવક તેને ત્યાં કામ કરતો હતો તેને શા માટે આ રીતે માર માર્યો. ત્યારે આ મામલે યુવકના એક મિત્રએ દાવો કર્યો છે કે ગુમ થયેલા યુવકે ડોક્ટરના અફેરની માહિતી તેની પત્નીને આપી દીધી હતી. જેનાથી ડોક્ટરના છૂટાછેડા થયા હતા. આ મામલે જ ડોક્ટરે યુવકને કારમાં બંધક બનાવીને માર માર્યો હતો.

Related posts

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata

હિંમતનગરના અનોખા ગણેશ, એવું તે શું છે ખાસ કે આરોગ્ય વિભાગ માટે પણ છે આકર્ષણનું કેન્દ્ર?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!