- મળ્યો હતો મોતનો સંકેત પણ ન હાર્યા ડો.સંકેત
- ખુદનો શ્વાસ રૂંધાવી અનેક દર્દીઓનો જીવ બચાવ્યો
- ૧૦૦ દિવસ સુધી મોત સામે લડી જિંદગી જીત્યા ડો.સંકેત
સુરતના ડોકટર સંકેત મહેતાએ પોતાના જીવની પરવા કર્યા વિના પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી કોરોના દર્દીને પહેરાવી જીવ બચાવ્યો હતો. જોકે ડોકટર સંકેતની હાલત વધુ લથડતા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ચેન્નાઇ ખાતેની એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આશરે સો દિવસની લાંબી સારવાર બાદ ડો.સંકેતે કોરોનાને માત આપી પરત સુરત ફર્યા છે. જો કે ડોકટર સંકેતને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની નોબત નહીં આવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ધરતી પરના ભગવાન હોય છે ડોકટર. ડોકટર તરીકે શપથ લેતા દર્દીઓનો જીવ બચાવવો હોય છે ડોકટરની જિંદગી.
આજ શપથને નિભાવીને મોતને મ્હાત આપી છે ડોકટર સંકેતે. ડોકટર સંકેત જેઓ કોરોના કાળની શરૂઆતથી રાતદિવસ દર્દીઓની સેવામાં કાર્યરત હતા. આગસમા ભડકેલા કોરોનાને નાથવા તેઓએ પોતાના પ્રાણની પણ પરવાહ ન કરી હતી. કોરોનાના દર્દીઓની સેવામાં તેઓ ખુદ કોરોનાગ્રસ્ત બની ગયા.


એટલી હદે તબિયત બગડી કે તેમના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી ગયું.તે સમયે ડોકટર સંકેત પોતે ઓક્સિજન લેવા મજબૂર બન્યા હતા. પરંતુ આમ છતા જેમના લોહીમાં સેવા હોય તે ડોકટરને જ્યારે પોતાની નજર સામે અન્ય દર્દીને ઓક્સિજનની જરૂરીયાત હતી. તે સમયે ડોકટર સંકેતે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને અન્ય દર્દીને આપી દીધુ હતું. જે બાદ ડોકટર સંકેતની તબિયત વધુ લથડી હતી અને ત્યારબાદ તેમને ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જે બાદ આશરે 100 દિવસની લાંબી લડાઇ બાદ ડોકટર સંકેતે કોરોના સામેની જંગ જીતી લીધી છે..

ડોકટર સંકેતનું સ્વાગત કરવા માટે શહેરના નામી ડોકટરો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બુકે આપી ડોકટર સંકેતનું સ્વાગત કરાયું હતું. પોતાની માસુમ દીકરીથી સો દિવસ જેટલો સમય દૂર રહી ડોકટર સંકેતની પત્નીએ પતિ વ્રતાનો ધર્મ પણ નિભાવ્યો હતો. બે માસ સુધી ડોકટર સંકેત આરામમાં કરશે અને ત્યારબાદ તબિયત પૂરેપૂરી રીતે સ્વસ્થ થયા બાદ પોતાની ફરજ પર હાજર થશે.
READ ALSO
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી
- તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી