GSTV

કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરનારા ભાજપના પાત્રાની મુશ્કેલીઓ વધશે, થશે કાયદેસરની કાર્યવાહી

Last Updated on January 31, 2021 by Pravin Makwana

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કથિત વીડિયોમાં છેડછાડ કરવાના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક વીડિયો શેર કર્યો હતો, અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેજરીવાલે ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે.

ત્યારે આ બાબતની ગંભીરતા જાણી મનીષ સિસોદીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, ભાજપ જાણે છે કે, કેજરીવાલ એકમાત્ર વિશ્વસનીયતા ધરાવતા નેતા છે. એટલા માટે તેમણે લોકોની વચ્ચે ખોટી ધારણા ફેલાવવા માટે તેમના ઈન્ટરવ્યૂનો વીડિયો લઈ તેની સાથે છેડછાડ કરીને તેનો ઉપયોગ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કેજરીવાલના ઈન્ટરવ્યૂના અમુક અંશો લઈને તેના ટુકડામાં નકલી અવાજ ફીટ કરીને વીડિયો સાથે છેડછાડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આમ આદમી પાર્ટી આવા જૂગાડ નહીં ચાલવા દે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સિસોદીયા આગળ જણાવે છે કે, કારણ એવું છે કે, કૃષિ કાયદાની વિરુદ્ધમાં જે વિરોધ ચાલી રહ્યો છે, તેમાં ભાજપે પોતાના તમામ જૂગાડ અપનાવી લીધા, એટલા માટે તેમણે કેજરીવાલની વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર રચ્યું. અમને તો ભાજપ પર દયા આવે છે, કેન્દ્ર અને કેટલાય રાજ્યોમાં પોતાની સરકાર હોવા છતાં ભાજપ લોકોની વચ્ચેથી પોતાની વિશ્વાસ ખોઈ બેઠી છે. એટલા માટે કૃષિ કાયદાનો બચવા કરવા માટે કેજરીવાલના વીડિયોનો સહારો લેવો પડ્યો છે. જો કે, હવે તેમની પોલ ખુલ્લી ગઈ છે. અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ.

READ ALSO

Related posts

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!