GSTV

ડોક્ટરે હેવાનિયતની હદ પાર કરી નાંખી, ગર્ભપાત બાદ આઇસોલેશન વોર્ડમાં મહિલાને પીંખી નાંખી

મહિલા

બિહારના ગયા જિલ્લાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં એક મહિલા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવી હતી. તે બાદ તેને Corona વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. અહીંથી બહાર આવ્યા બાદ તે ઘરે પરત ફરી હતી અને તેનું મોત નિપજ્યું હતું. મહિનાના પરિવારજનોનો આરોપ છે કે તેની સાથે હોસ્પિટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજે આ મામલે એક તપાસ સમિતિ ગઠિત કરી છે. 8 એપ્રિલના રોજ એફઆઇઆર પણ દાખલ કરવામા આવી છે.

શું છે સમગ્ર મામલો

મહિલાનું પિયર લુધિયાણામાં છે. લોકડાઉન દરમિયાન તે 25 માર્ચે પોતાના સાસરે પહોંચી હતી. તેનો ગર્ભપાત થઇ ગયો હતો. સતત બ્લીડીંગ થઇ રહ્યું હતું જે બાદ તેને 27 માર્ચે હોસ્પિટલ લઇ જવામાં આવી. ઇમરજન્સી વોર્ડ બાદ Corona આઇસોલેશન વોર્ડમાં મહિલાને રાખવામાં આવી. મહિલાની સાસુએ જણાવ્યું કે રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે બે વાર તેની પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યુ.

એક રિપોર્ટ અનુસાર, તે આ વોર્ડમાં એકલી હતી. તેનો લાભ લઇને તેની નિયમિત તપાસ કરનાર ડોક્ટરે તેની સાથે કથિતરૂપે બળાત્કાર ગુજાર્યો. ત્રણ એપ્રિલે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તે બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી પરંતુ તેને હજુ પણ બ્લીડીંગ થઇ રહ્યું હતું. તે બાદ 6 એપ્રિલે તેનું નિધન થઇ ગયું.

રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું કે મહિલા હોસ્પિટલથી પરત આવ્યા બાદ ભયભીત રહેતી હતી. કોઇ સાથે વાતચીત કરતી ન હતી. આ વાત તેની સાસુએ જણાવી. સાથે જ તેણે જણાવ્યું કે તેમની પુત્રવધૂએ રેપની જાણકારી સિક્યોરિટી ગાર્ડને પણ પી હતી. પરંતુ તેણે ચુપ રહેવાનું કહ્યું કારણ કે આ વાત તેના સન્માન સાથે જોડાયેલી હતી.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!