GSTV

પુણેમાં પંચકર્મ ઉપચારને બહાને હાઈલી એજ્યુકેટેડ યુવતી પર ડોક્ટરનો રેપ, અહીં છાત્રા પર થયો ગેંગરેપ

Last Updated on August 10, 2020 by pratik shah

પુણેમાં રહેતી એક ઉચ્ચશિક્ષિત યુવતી પર પંચકર્મ ઉપચાર કરવાને બહાને તેનું રેકોર્ડિંગ કરી તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેના પર બળાત્કાર કરવા પ્રકરણે પોલીસે પુણેના એક ડૉકટરની અટક કરી છે. આ ડૉકટરને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ફેમિલી ડોક્ટરે આચર્યું દુષ્કર્મ

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પોલીસે ડૉ. વાડિયાર (36)ની અટક કરી  છે. ફરિયાદી યુવતીનો વાડિયાર ફેમિલી ડૉકટર હોવાથી તે પીઠના દુઃખાવાની સારવાર માટે ડૉકટર પાસે આવતી. દરમિયાન ડૉકટરે તેના સારવાર દરમિયાનના વીડિયો ઉતારી લીધા હતા અને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેણે ફરિયાદી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપી ડોક્ટરની ધરપકડ

આ વાતથી  ત્રસ્ત યુવતીએ આ બાબતે કુટુંબીજનોને જાણ કરતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ ડૉકટરની અટક કરી તેના પાસેથી પીડિતાના વીડિયો જપ્ત કર્યા  હતા. તેમજ આ રીતે અન્ય કોઇ મહિલાને ભોગ બનાવી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી હતી. આરોપી ડૉટરની અટક કરી કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને 10 ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ધો. 10માં ભણતી કિશોરી પર સામુહિક દુષ્કર્મ

તો બીજી તરફ, ધોરણ 10માં ધોરણમાં પાસ થયેલી કિશોરી પર ચંદ્રપુરમાં ગેંગ રેપ કરાતા હતાશામાં તેણે આત્મહત્યા કરી  હતી. ચંદ્રપુર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે. મૃતક વિદ્યાર્થિનીએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ છે.

ચંદ્રપુરના નાગભીડ તાલુકામાં રહેતી 16 વર્ષીય રંજના (નામ બદલ્યુ છે) હાલમાં 10માં ધોરણમાં 61ટકા માર્ક સાથે પાસ થઇ હતી. તે ખેતરમાં કામ નિમિતે જઇ રહી હતી. તેની માતા પણ મજૂરી કરવા ગઇ હતી. તે સમયે બે આરોપીએ કિશોરીનો પીછો કરી તેને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.

સામુહિક દુષ્કર્મ પીડીતાએ કૂવામાં ઝંપલાવી કરી આત્મહત્યા

આથી રંજના હતાશ થઇ ગઇ હતી. તેણે કૂવામાં કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સ્યુસાઇડ નોટ લખી હતી. એમા બે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને પકડી લીધા છે. આ બનાવને લીધે લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. બીજીતરફ રાજ્યમાં વિદ્યાર્થિની સુરક્ષાને લઇને પણ સવાસ થઇ રહ્યા છે.

MUST READ:

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!