GSTV

26 જૂનથી આ શહેરમાં શરૂ થશે ડૉક્ટર ઓન કોલ સેવા, AAPની ડૉકટર સેલની ટીમ ઘરે જઈને કરશે સારવાર

Last Updated on June 23, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં 2022ની વિધાનસભાની આવનારી ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ પણ વર્ષ-2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જેના ભાગ રૂપે કોરોનાની કોરોનાની ત્રીજી લહેર પહેલાં AAP એ ડૉક્ટર ઓન કોલ્સ કાર્યક્રમની શરૂઆત કરી. અમદાવાદમાં AAP ની ડૉકટર સેલની ટીમ ઘરે જઈને સારવાર કરશે. આગામી 26 જૂનથી ડૉકટર ઓન કોલ સેવા શરૂ થશે. જેમાં તબીબની ટીમ બેસાડવામાં આવશે. જે લોકો સારવારમાં મદદ કરશે. જેમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ફ્રી ટેલી મેડિસિન સેવાનો લાભ લેવા ડાયલ કરો આ નંબર

AAP દ્વારા એક ડૉક્ટરની ટીમ બેસાડશે. જે લોકોને સારવારમાં મદદ કરશે. તારીખ 26 જૂનથી ડૉકટર ઓન કોલ સેવા શરૂ થશે. AAP ડૉક્ટર ઓન કોલ્સ કાર્યક્રમ દરમ્યાન ડૉકટર ઓન કોલ માટે 7900094242 નંબર પણ જાહેર કર્યો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરકીટ હાઉસમાં ભાજપના નેતાઓ જ નહીં, ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સંગઠનની કામગીરીથી માંડીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જો કે, એવું જાણવા મળ્યું છે કે, અમિત શાહ ભાજપની સંગઠનની કામગીરીથી ભારોભાર નારાજ છે. કોરોનાની બીજી લહેરમાં પક્ષની ધોવાયેલી રાજકીય પ્રતિષ્ઠાને પુન સૃથાપિત કરવા શાહે ભાજપના ટોચના નેતાઓને માર્ગદર્શન આપ્યુ હતું.

સોમવારે અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઓવરબ્રિજોનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી. અમિત શાહના પ્રથમ દિવસના આખાય પ્રવાસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદબાકી કરાઇ હતી જે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો આપ્યો હતો

મંગળવારે વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા જ સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જયાં કોરોના વખતે ભાજપ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું. જો કે, ભાજપ આઇટી ટીમના પૂર્વ પ્લાનિંગના અભાવે છેલ્લી ઘડીએ સ્ટેન્ડ પર ટીવી મૂકીને પ્રેઝન્ટેશન દેખાડાયુ હતું. ચર્ચા છે કે, સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો પણ આપ્યો હતો.

આ ઉપરાંત અમિત શાહે કોરોનાની બીજી લહેરમાં જેમણે મહત્વની કામગીરી નિભાવી તેવા મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે.કૈલાશનાથન, અગ્ર સચિવ-ઉદ્યોગ ડો.રાજીવ ગુપ્તા , પંકજકુમાર સહિતના અિધકારીઓ સાથે વાતચીત કરી હતી. સાથે સાથે કોલવડાને અર્બન વિલેજ બનાવવા પણ શાહે સૂચન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ AAP ની ડૉકટર સેલની ટીમ ઘરે જઈને સારવાર કરશે. ફ્રી ટેલી મેડિસિન શરૂ કરવામાં આવશે. જેમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ડૉકટર ઓન કોલ માટે 7900094242 નંબર પણ જાહેર કર્યો છે તેમ અમિત શાહે પણ ગુજરાત પ્રવાસ દરમ્યાન ફ્રી અનાજ મેળવવા માટે કે અનાજ માટે આનાકાની કરે અથવા તો વેક્સિન માટે અગવડ ઊભી થાય તો એ માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો.

ફ્રી અનાજ માટે કોઇ આનાકાની કરે અથવા તો વેક્સિન માટે અગવડ ઊભી થાય તો ડાયલ કરો આ નંબર

અમદાવાદના સિંધુભવન રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર લોકસભા માટે જો કોઇ ફ્રી અનાજ મેળવવા માટે કે અનાજ માટે આનાકાની કરે અથવા તો વેક્સિન માટે અગવડ ઊભી થાય તો ટોલ ફ્રી નંબર 7324873248 પર સંપર્ક કરવા અમિત શાહે આહવાન કર્યું હતું. આ નંબર રવિવારથી શરૂ થશે તેમ પણ અમિત શાહે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!