GSTV

કોરોના વોરિયર્સ : દિવ્યાંગ હોવા છતા આ મહિલા ડોક્ટર છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છે કોરોનાના દર્દીઓની સેવા

Last Updated on July 31, 2020 by Karan

અમદાવાદ સિવિલમાં એક દિવ્યાંગ કોરોના યોદ્ધા આ મહામારીને નાથવા છેલ્લા 2 મહિનાથી રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. પગેથી વિકલાંગ હોવા છતા ડોકટર મોહીની દાત્રાણિયા સિવિલ હોસ્પિટલના ડી-૯ વોર્ડમાં કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે. અહીં આવતા કોરોના દર્દીઓની હાલત અતિગંભીર હોય છે. આવા સમયે અન્ય તબીબોના સહિયારા પ્રયાસથી દર્દીને શ્રેષ્ઠ અને ત્વરિત સારવાર આપી ગમે તે ભોગે બચાવવાના તેઓ પ્રયત્નો કરે છે.

આઈસીયુમાં દર્દીની હાલત સુધરતા તેમને સામાન્ય વોર્ડમાં મોકલવાનુ઼ કાર્ય, સામાન્ય વોર્ડમાંથી આઈસીયુમાં દર્દી આવે ત્યારે તેના અન્ય રીપોર્ટ કરાવીને તેની પીડાની ગંભીરતા નક્કી કરવી. તેના આધારે આગળની સારવાર શરૂ કરવી, આ તમામ કામગીરી ડૉ. મોહિની દ્વારા કરવામાં આવી રહી છે. દર્દી જ્યારે એકલવાયુ, હતાશા અનુભવે ત્યારે તેનું કાઉન્સેલીંગ કરવાની કામગીરી તેની સાથે સાથે દર્દીના સગાને કોરોનાગ્રસ્ત દર્દીની ફોન મારફતે જીવંત પરિસ્થિતિથી રૂબરૂ કરાવવાની કામગીરી પણ ડો.મોહિની કરી રહ્યા છે. ત્યારે આવા કોરોના વોરિયર થકી આજદિન સુધી આપણે કોરોના સામે બાથ ભીડી શક્યા છીએ.

READ ALSO

Related posts

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!