મેસેજમાં આવેલી લિંક પર ક્લિક ના કરશો, તમારું ખાતુ થઇ જશે ખાલી

બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ ખૂબ બદલાઈ રહી છે. જો અમે એવુ કહીએ કે આજના સમયમાં ટેકનોલોજી વધુ એડવાન્સ થઇ ગઇ છે, તો અયોગ્ય થશે. આ એડવાન્સ ટેકનોલોજીના અનેક ફાયદાઓ પણ છે, તો તેના અમૂક નુકસાન પણ છે. ટેકનૉલોજીની મદદથી થોડા દિવસો પહેલા ઑનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. જેના માટે આવી ઑનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે દરેક વખતે સંતર્ક રહેવુ અત્યંત જરૂરી છે.

મેસેજ પર ક્લિક કરવાની આપે છે લાલચ

છેતરપિંડી કરવાની આજકાલ સૌથી સરળ પદ્ધતિ બની છે મોબાઈલ પર મેસેજ દ્વારા લિંક મોકલીને યૂઝરને તેના પર ક્લિક કરવાની લાલચ આપવી. જો તમારા મોબાઈલ પર પણ આવા લલચાવનારા મેસેજ અથવા લિંક આવે છે, તો તેની પર ક્લિક કરતા પહેલા બે વખત વિચારી લો, કારણકે હાલમાં પુણેના તબીબને આ પ્રક્રિયા ભારે પડી છે અને તેના ખાતમાંથી પૈસા કોઈ અજાણ્યા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયા છે. પોલીસે પુણેની એક ખાનગી કંપનીમાં નોકરી કરનાર કર્મચારીની ધરપકડ કરી છે. બિપિન મહતો નામના આ વ્યક્તિ પર ગયા વર્ષે નવેમ્બરમાં એક તબીબ દ્વારા 2,90,000 રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

પોતાને જણાવે છે બેંક એક્ઝિક્યૂટીવ

ગામદેવી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે બિપિન મહતોએ 21 નવેમ્બર 2018ના રોજ તબીબને ફોન કરીને પોતાને તે બેંકનો એક્ઝિક્યુટીવ જણાવ્યો છે. જેમાં તે ડૉકટરનું એકાઉન્ટ છે. મહતોએ ડૉકટરને બેંકની સેવાઓ અંગે જણાવીને ડૉકટર પાસે તેનો એકાઉન્ટ નંબર કન્ફોર્મ કર્યો. મહતોએ ચાલાકીપૂર્વક આ કામને અંજામ આપ્યું અને તબીબને આ વાતનો વિશ્વાસ થયો કે આ નકલી નથી.

જણાવાઈ રહ્યું છે કે મહતોએ ડૉકટરને કહ્યું કે તેને તે બેંક એપને ઑથોરાઇઝ કરવાની છે, જેનો ડૉકટરના મેડિકો દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે. જેના માટે મહતોએ તબીબને કહ્યું કે તેઓ તેના મોબાઈલ પર એક લિંક મોકલશે, જેને ફક્ત લિંક કરવાનુ છે. એટલું જ નહીં, મહતોએ લિંકને ક્લિક કર્યા બાદ તેને બીજા નંબરો પર ફોરવર્ડ કરવાનુ પણ કહ્યુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter