GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સુષ્મા સ્વરાજને ન બચાવી શકતા ડોક્ટર પણ રડી પડ્યા

ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.. હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ડોકટર્સની ટીમ તેમની સારવાર માટે લગાવવામાં આવ્યા હતા. ખરાબ તબિયત થયા બાદ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એઇમ્સના ડોકટર્સની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી હતી. પરંતુ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સુષ્મા સ્વરાજને ન બચાવી શકતા ડોક્ટરો પોતે રડી પડ્યા. રાત્રે  11 વાગ્યે તેમના નિધનની જાણકારી આપવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, પ્રહલાદ પટેલ, હર્ષવર્ધન સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.

સુષ્મા સ્વરાજ ઘણા લાંબા સમયથી બિમાર હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું હતુ. બિમારીના કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી પણ લડ્યા ન હતા. 2014માં એનડીએની સરકાર રચાયા બાદ તેમને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

Sushma Swaraj

વિદેશ પ્રધાનના કાર્યકાળમાં અને ત્યારબાદ પણ તેઓ સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય રહ્યા. પોતાના જીવનના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં પણ તેમણે કલમ-370ની નાબૂદીને લઇને ટ્વિટ કર્યું હતુ.

Read Also

Related posts

ગુજરાતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મેક્સિકોમાં કોવિડ -19 દવાના પરીક્ષણની મંજૂરી, કોરોના સામે લડશે

Dilip Patel

નોકરીની ઉત્તમ તક : NCERTમાં મોટા પ્રમાણમાં પડી છે જગ્યાઓ, પગાર છે 1.44 લાખ રૂપિયા

Mansi Patel

લદ્દાખમાં વડાપ્રધાન મોદીના મિશનથી ફફડી ગયું ચીન, આ માસ્ટરપ્લાન આવશે હવે અમલમાં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!