GSTV

LPG સિલિન્ડર સાથે સંબંધિત તમારા આ અધિકારો વિશે તમે નહી જાણતા હોવ ,ડિસ્ટ્રીબ્યૂટર છુપાવે છે આ મોટી વાત

lpg cylinder price hike

કન્ઝ્યુમરના કેટલાંક એવા હકો હોય છે, જેના વિશે તેમને જ જાણ નથી હોતી. શું તમે જાણો છો કે એલપીજી ગેસ યુઝ કરનારાઓનો 50 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે? તમને કદાચ નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે. જેવો કોઇ કંઝ્યુમર ગેસ કનેક્શન લે, તે ઇન્શ્યોર્ડ થઇ જાય છે. પરંતુ આ અંગેની જાણકારી કંપનીઓ આપતી નથી અને તેના જ કારણે કન્ઝ્યુમર પોતાના આ અધિકારથી વંચિત રહી જાય છે. ગેસ કંપનીઓની વેબસાઇટ અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના પગલે થતી કોઇપણ પ્રકારની દુર્ઘટનામાં જાન-માલનાં થતા નુકસાન માટે મળે છે. તેની જાણકારી ન હોવાના કારણે ઘણાં લોકો દુર્ઘટના ઘટ્યા બાદ પણ તેને ક્લેમ નથી કરી શકતાં.

50 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ

સિલિન્ડર ખરીદતી વખતે જ તેનું ઇન્શ્યોરન્સ થઇ જાય છે. 50 લાખ રૂપિયા સુધીનું આ ઇન્શ્યોરન્સ સિલિન્ડરની એક્સપાયરી સાથે જોડાયેલુ છે. મોટાભાગે લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કર્યા વિના જ તેને ખરીદી લે છે. ગેસ કનેક્શન લેતી વખતે ઉપભોગતાનો 40 લાખ રૂપિયા સુધીનો એક્સિડેંટલ વીમો હોય છે. તેના અંતર્ગત ગેસ સિલિન્ડરથી દુર્ઘટના થવા પર પીડિત ઇન્શ્યોરન્સ ક્લેમ કરી શકે છે. સાથે જ સામૂહિક દુર્ઘટના ઘટવા પર 50 લાખ રૂપિયા સુધી આપવાની જોગવાઇ છે.

કોણ ઉઠાવે છે ખર્ચ

સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો પૂરો ખર્ચ ઑઇલ કંપનીઓ ઉઠાવે છે. દુર્ઘટનાગ્રસ્ત થવા પર કસ્ટમરને 30 દિવસની અંદર ડિસ્ટ્રીબ્યૂટર અને નજીકના પોલીસસ્ટેશનમાં ઇન્ફોર્મ કરવાનું હોય છે. કંઝ્યુમર પાસેથી ઇન્શ્યોરન્સની અવેજમાં કોઇ પ્રિમિયમ લેવામાં નથી આવતું. સિલિન્ડર જેના નામે છે ફક્ત તે જ વ્યક્તિને જ ઇન્શ્યોરન્સનો ફાયદો મળે છે. ઉપભોક્તા કોઇને પણ આ પોલીસીમાં નોમિની ન બનાવી શકે. વીમા પોલીસીનો પૂરો ખર્ચ PSU ઓઇલ કંપનીઓ- ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ, બીપીસીએલ ઉઠાવે છે.

કોઇ આપશે ઇન્શ્યોરન્સ ક્લેમ

ડિસ્ટ્રીબ્યૂટર જ સંબંધિત ઓઇલ કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરે છે. ડિસ્ટ્રીબ્યૂટર જ કસ્ટમરને ક્લેમ માટે જરૂરી ફોર્માલિટિઝ પૂરી કરવામાં મદદ કરે છે. આ ડિસ્ટ્રીબ્યૂટરની જવાબદારી હોય છે કે તે ઉપભોગતાને સાચી જાણકારી આપે અને તેની મદદ કરે. ઇન્ડેન અને HP ગેસના તમામ રજીસ્ટર્ડ કસ્ટમર પોતાના રજીસ્ટર્ડ સ્થાન પર LPG ગેસથી થતી કોઇપણ દુર્ઘટના માટે ઇન્શ્યોર્ડ હોય છે. ડિસ્ટ્રીબ્યૂટર્સ અને કસ્ટમર સર્વિસ સેલ પાસે તમામ ડિટેલ્સ હોય છે. સિલિન્ડર ફાટવાની ઘટના જો ઉપભોગતાના ઘરે બને તો તે ક્લેમ કરી શકે છે.

ક્લેમ કરવા માટે શું જરૂરી

ક્લેમ કરવા માટે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ FIRની કૉપી, મેડિકલ રિસિપ્ટ, બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટની જરૂર હોય છે.

ક્યારે નહી મળે ક્લેમ

  • કેટલીક સ્થિતીઓમાં ક્લેમ કર્યા બાદ પણ ઇન્શ્યોરન્સ કવર નથી મળતો.
  • જો પાઇપ, રેગ્યુલેટર, ચૂલો ISI માર્ક વાળો ન હોય તો તમને ક્લેમ નહી મળે.
  • જો ગેસ ચૂલા, પાઇપના લાંબા સમયથી તપાસ ન થઇ હોય તો ક્લેમ નહી મળે.
  • દુર્ઘટનાના 30 દિવસની અંદર ક્લેમ ન કર્યો તો ઇન્શ્યોરન્સ નહી મળે.

Read Also

Related posts

કોરોના વાયરસનું સંકટ વધ્યું, ભારતીય અર્થતંત્રને પણ ગંભીર ફટકો પડ્યો

pratik shah

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

પોતાની 102 ટ્રોફી વેચીને આ 15 વર્ષનાં ગોલ્ફરે PM મોદીને મોકલ્યા 4 લાખ, કહ્યુ, ‘મોદીજી લોકોના જીવ બચાવો’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!