ભારત એક એવો દેશ છે જ્યાં લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન છે. અહીં ભોજનનો સ્વાદ અંતરમાં જ બદલાઈ જાય છે. દેશમાં હાજર મસાલાની વિવિધતા અને તેનો ઉપયોગ કરવાની રીતને કારણે આવું થાય છે. કેટલાક લોકોને મસાલેદાર ખાવાનું પસંદ છે તો કેટલાક વિસ્તારના લોકો દાળમાં ખાંડનો પણ ઉપયોગ કરે છે. ભારતમાં જ ખોરાકમાં ઘણી બધી વિવિધતા છે. પરંતુ આ સિવાય દેશમાં બહારથી આવતા ફૂડને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પછી તે ચાઈનીઝ કે ઈટાલિયન.

ભારતના રસ્તાઓ પર તમને અનેક પ્રકારની ખાદ્ય સામગ્રીઓ મળશે. જ્યાં લોકોને નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન ફૂડ મળી જશે, આ સિવાય તમને ચાઈનીઝ ચાઉમીનની સ્ટૉલ પણ રસ્તાઓ પણ દેખાય જશે. ભારત એ ખોરાકનો એટલો શોખીન છે કે તેઓ દરેક દેશના સ્વાદને અપનાવે છે. આમાં ઈટાલિયનો પણ સામેલ છે. હવે દેશમાં પિઝા અને પાસ્તાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તમે ઘણી વખત પિઝા ખાધા હશે. પરંતુ શું તમે તેનાથી જોડાયેલી એક ખાસ વાત જાણો છો? પિઝા જે ગોળ હોય છે, તેને ચોરસ બોક્સમાં શા માટે સર્વ કરવામાં આવે છે?
આ પાછળનું કારણ છે
જો તમે પણ પિઝાના શોખીન છો તો શું તમે જાણો છો તેનું કારણ. તમારામાંથી મોટાભાગના લોકો વિચારતા હશે કે આ માત્ર ડિઝાઇનને કારણે છે. પરંતુ તે એવું નથી. ખરેખર, આની પાછળ ઘણાં તાર્કિક કારણો છે. પિઝા માટે રાઉન્ડ બોક્સ બનાવવા કરતાં ચોરસ બોક્સ બનાવવું સરળ છે. રાઉન્ડ બોક્સ બનાવવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે અને તેમાં ઘણા પૈસા પણ ખર્ચવામાં આવે છે. ચોરસ બોક્સ માત્ર એક કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે જ્યારે રાઉન્ડ બોક્સ બનાવવા માટે એક કરતાં વધુ શીટનો ઉપયોગ થાય છે. આર્થિક અને સરળ હોવાને કારણે, પિઝા બોક્સ ચોરસ બનાવવામાં આવે છે. આ સિવાય ચોરસ બોક્સમાં પિઝા રાખવાથી તેને સ્ટોર કરવામાં સરળતા રહે છે. તેને ઓવનથી ફ્રીજમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે.

પીઝા કેમ ગોળ હોય છે
હવે તમને ખબર પડી ગઈ હશે કે પિઝા બોક્સ ચોરસ કેમ હોય છે, પરંતુ હવે મોટો સવાલ એ છે કે પિઝાને ગોળાકાર કેમ બનાવવામાં આવે છે. પિઝા બનને ચોરસ કેમ નથી બનાવવામાં આવતો? વાસ્તવમાં જ્યારે ગોળ પિઝા બનાવવામાં આવે છે, ત્યારે તેને રોટલીની જેમ રોલ કરવામાં આવે છે. ગોળ આકારના કારણે તેને સમાન દબાણ મળે છે અને આવી સ્થિતિમાં જ્યારે તે રાંધવામાં આવે છે, તે દરેક બાજુ સમાન રીતે રાંધે છે. જેના કારણે પિઝાને ગોળાકાર બનાવવામાં આવે છે.
READ ALSO
- મુશ્કેલ સમયમાં ઉદ્ધવને બચાવવા પત્ની રશ્મિ મેદાનમાં ઉતર્યા, હોમ મિનિસ્ટરે સંભાળ્યો આ મોરચો
- વોટ્સએપની સીક્રેટ ટ્રીક! એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના કોઈપણને મોકલી શકશો મેેસેજ
- સંજય રાઉતના ખભા પર બંદૂક રાખીને નિશાન સાધી રહી છે NCP – બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર
- ઇજિપ્તએ ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કર્યો કરાર, રશિયા- યુક્રેન યુદ્ધથી આયાત ખર્ચમાં થયો વધારો
- બંગાળી અભિનેત્રી- TMC સાંસદ નુસરત જહાંએ ખુલ્લા આકાશ નીચે કરાવ્યું ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ