GSTV

જાણવા જેવું / જીન્સમાં આપવામાં આવતો નાનો ખિસ્સો કેમ બનાવવામાં આવ્યો? મોટાભાગના લોકોને નહીં હોય ખબર

જીન્સ

Last Updated on December 11, 2021 by GSTV Web Desk

વિશ્વમાં જીન્સને અમેરિકાએ ઈન્ટ્રોડ્યૂસ કરી. ત્યાંથી તે આખા વિશ્વમાં ફેલાઈ. જે જીન્સને આજે ફેશન સ્ટેટમેન્ટ તરીકે ગણવામાં આવે છે, હકીકતમાં તેને મજૂરો માટે બનાવવામાં આવી હતી. જીન્સ બનાવવા પાછળ કારણ હતું મજૂરોના કાપડ વધારે ગંદા ન થાય. વારંવાર કાપડને ધોવા ન પડે, તેથી જીન્સ બનાવવામાં આવી હતી. આજના સમયમાં દરેક લોકો જીન્સ પહેરે છે. તેના પોકેટની અંદરના ભાગમાં એક નાનો ખિસ્સો હોય છે. તેને આપણે સિક્કા રાખવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે તેને કેમ બનાવવામાં આવ્યો હતો.

જીન્સ

જીન્સના ખિસ્સાની અંદરની જગ્યામાં એક નાની જગ્યા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેમાં સિક્કા મૂકીએ છીએ. પરંતુ આ ખિસ્સાનો અલગ રીતે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો છે. હકીકતમાં તેનો ઉપયોગ સિક્કો નહીં પણ નાની ઘડિયાળ રાખવા માટે થાય છે. હકીકતમાં જીન્સનો ઈતિહાસ ઘણો જૂનો છે. શરૂઆતમાં તે મજૂરો માટે બનાવવામાં આવી હતી પરંતુ પછીથી તે ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ. 18મી સદીમાં નાની સાંકળવાળી ઘડિયાળો ચાલતી હતી. આ જગ્યા એ જ ઘડિયાળ રાખવા માટે ખિસ્સામાં બનાવવામાં આવી હતી. આ જગ્યા બનાવવાની શરૂઆત લેવી સ્ટ્રોસ નામની કંપનીએ કરી હતી. આ હવે લેવિસ બની ગઈ છે.

જીન્સ

જીન્સની જમણી બાજુની આ જગ્યાને સત્તાવાર રીતે વોચ પોકેટ કહેવામાં આવે છે. જૂના જમાનામાં કાઉબોય તેની અંદર સાંકળવાળી ઘડિયાળ રાખતા હતા. પરંતુ પાછળથી જ્યારે આ ઘડિયાળનો ચલણ ઓછો થયો ત્યારે લોકોને લાગવા માંડ્યું કે આ ખરેખર સિક્કા રાખવા માટે બનાવવામાં આવી છે. આ જગ્યામાં ઘડિયાળ રાખવાથી તેના તૂટવાની શક્યતા ઓછી થઈ જાય છે. તેનો ઉપયોગ દરેક મજૂર દ્વારા કરવામાં આવતો હતો. પછીથી લોકોને આ વોચ પોકેટ એટલા પસંદ આવવા લાગ્યા કે હવે તે જમણી બાજુએ પણ બને છે.

Read Also

Related posts

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!