GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જાણો છો શા માટે થઈ હતી G-20ની સ્થાપના ?

સામાન્ય રીતે જેને જી-ટ્વેન્ટી કહેવાય છે તેનો મતલબ છે ગ્રુપ ઓફ ટ્વેન્ટી. એક એવો સમૂહ જેમાં 19 દેશ અને વીસમો હિસ્સેદાર યુરોપીય સંઘ છે. તમામ ભાગીદાર દેશો વર્ષમાં એક વખત શિખર સંમેલનમાં એકબીજા સાથે મળે છે. જેમાં મુખ્ય રૂપે વૈશ્વિક અને આર્થિક મામલા પર ચર્ચા થાય છે.

કેટલા દેશોનો સમાવેશ થાય છે ?

જી-ટ્વેન્ટી સદસ્ય દેશોમાં ભારત, અર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટેન અને અમેરિકા છે. જી-ટ્વેન્ટીના સદસ્ય દેશ વિશ્વની જીડીપીના લગભગ 85 ટકા યોગદાન કરે છે. આ ઉપરાંત આ દેશોનો વૈશ્વિક વ્યાપારમાં હિસ્સો પણ 80 ટકા છે. જી-ટ્વેન્ટી બેઠક દરમિયાન કેટલાક મહેમાનોને પણ આમંત્રિત કરાય છે. આફ્રિકી સંઘ, એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, સંયુક્ત રાષ્ટ્, વિશ્વ બેંક, વિશ્વ આર્થિક સંગઠન અને સ્પેન આ શિખર સંમેલનમાં ભાગ લેનારા સ્થાઈ અતિથિ છે.

શા માટે થઈ સ્થાપના ?

1975માં આર્થિક સંકટને જોતાં દુનિયાના છ મોટા દેશો ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટેન અને અમેરિકાએ એક સાથે આવવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ બાદ કેનેડા પણ તેમાં જોડાયું આ રીતે જી-સેવનની શરૂઆત થઈ. સોવિય સંઘ ખતમ થયા બાદ ધીરે ધીરે રશિયા પણ આ સમૂહમાં શામીલ થયું. 1998માં અંતે રશિયા જોડાતાં આ સમૂહ જી-એઈટ બની ગયો. ડિસેમ્બર 1999માં બર્લિનમાં પહેલી વખત જી-ટ્વેન્ટીનો રસ્તો નક્કી કરવા માટે બેઠક થઈ.

જ્યારે રૂપ બદલાયું

સમય સાથે બેઠકમાં રૂપ બદલાયું. અને જી-એઈટને રાજનૈતિક અને જી-ટ્વેન્ટીને આર્થિક મંચ રૂપે અલગ અલગ ઓળખ મળી. 2014માં રશીયાને જી-એઈટથી અલગ કરાયું. અને તે ફરી જી-સેવન બની ગયું. આજે જે રૂપમાં આપણે જી-ટ્વેન્ટીને જાણીએ છીએ તેની શરૂઆત નવેમ્બર 2008થી થઈ હતી. અમેરિકામાં પહેલી વખત વીસ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આર્થિક મામલા પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. 2009 અને 2010 માં પણ આ બેઠક બે વખત થઈ.

2022માં ભારત બનશે યજમાન

ભારત વર્ષ 2022માં જી-ટ્વેન્ટી શિખર સંમેલનમાં યજમાન બનશે. પીએમ મોદીએ 2018 અર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સમાં યોજાયેલા જી-ટ્વેન્ટી સંમેલનમાં આ જાહેરાત કરી હતી. તેમણે ઈટલીને ભલામણ કરી હતી તે 2021ના યજમાન બને જેથી 2022માં ભારતને તક મળી.. ત્યારે ઈટલી સહિત અન્ય દેશો પણ પીએમ મોદીના પ્રસ્તાવ પર રાજી થઈ ગયા હતા.

2022માં 75 વર્ષ થશે પૂર્ણ

2022માં ભારતની આઝાદીની 75મી વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને ભારત તે અનોખા અંદાજમાં ઉજવવાનું છે. ત્યારે 2022માં જી-20ની બેઠકની યજમાન પદ ભારતને મળતાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારતે 2022માં દુનિયાભરના લિડરશિપને ભારત આવવા માટે આમંત્રિત કર્યા છે. આમ તો 2022માં મેજબાની ઈટલીને અને ભારતને 2021માં મેજબાની મળવાની હતી. ત્યારે પાછલા વર્ષે અર્જેન્ટીમાં મળેવી જી-ટ્વેન્ટી બેઠકમાં પીએમ મોદીએ ઈટલીને ભલામણ કરી કે તે 2021ના યજમાન બને. જેથી ભારતને 2022માં તક મળે. ત્યારે ઈટલી સહિત અન્ય દેશોએ પીએમ મોદીના આ પ્રસ્તાવને પસાર કર્યો.

ગત્ત જી ટ્વેન્ટીમાં શું કહ્યું હતું પ્રધાનમંત્રીએ ?

જી-ટ્વેન્ટી આર્થિક અને કુટનૈતિક મામલા માટે મહત્વની સંસ્થા છે. પાછલી જી-ટ્વેન્ટીમાં પીએમ મોદીએ નાણાકીય અપરાધને દુનિયા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 9 સુત્ર એજન્ડા દુનિયા સમક્ષ રાખ્યા હતા. સાથે જ તેમણે કાળાનાણા વિરુદ્ધ તમામ દેશોએ એકજૂથ થવાની વાત કહી હતી. તો તેમણે તેમના ભાષણમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

પીએમ મોદીનો જયનો નારો

પીએમ મોદીએ 2018માં અર્જેન્ટીનામાં યોજાયેલા સંમેલન દરમિયાન અમેરિકા, જાપાન સાથે બેઠક બાદ પીએમ મોદીએ એક નવો નારો આપ્યો હતો. પીએમ મોદીએ જય નો નારો આપ્યો. જય એટલે કે જેએઆઈ એટલે કે જાપાન, અમેરિકા, ઈન્ડિયા. પીએમ મોદીએ કહ્યું કે જયનો મતલબ છે સફળતા. આ એવી તક હતી કે પહેલી વખત જાપાન, અમેરિકા અને ભારતની ત્રિપક્ષીય મુલાકાત થઈ હતી.

READ ALSO

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!