GSTV
Home » News » શું તમને ખબર છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કયા લેવલના પ્લાનિંગ કરી રહ્યા છે

શું તમને ખબર છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કયા લેવલના પ્લાનિંગ કરી રહ્યા છે

Congress president Rahul Gandhi

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા અમદાવાદમાં મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી કાર્યકર્મો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા બુથ સુધીનું પ્લાનિંગ કરી ઘરે ઘરે જઇને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભાજપે કોલ સેન્ટર પર શરૂ કર્યા છે. જેના મારફતે લોક સંપર્ક કરવામાં આવે છે.

મંગળવારે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાશે. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ વિધાનસભામાં રાજ્ય સરકારને ઘેરવા તેમજ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાની રણનીતિ ઘડવામાં આવશે.

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કપડવંજના દિગ્ગજ નેતા બિમલ શાહ સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં બિમલ શાહ સહિતના નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. બિમલ શાહની સાથે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે. તો સુરતના દર્શન નાયકની પણ ઘરવાપસી થઇ છે.

પ્રદેશ કોંગ્રેસની કારોબારીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે હાજરી આપી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો પ્રયત્ન કરશે. અહેમદ પટેલે સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નીશાન સાધ્યું. તેમણે કહ્યું કે ગઠબંધનને કારણે વડાપ્રધાન ડરી ગયા છે. ચૂંટણી હારી જશે તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવે તેવો ડર પેસી ગયો છે.

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!