GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

17મી લોકસભાના પ્રથમ સત્રના ત્રીજા દિવસે બુધવારે સવારે રાજસ્થાનના કોટાથી ભાજપા સાંસદ ઓમ બિરલા નિર્વિરોધ લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. છાત્રસંઘની ચૂંટણીથી રાજનીતિની શરૂઆત કરનાર ઓમ બિરલા હવે લોકસભાની કાર્યવાહી સંભાળશે.

ઓમ બિરલા અમિત શાહના ઘણા અંગત માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે બિરલાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. તમને ખબર છે કે લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે અને તેમને કયા કયા પ્રકારની સુવિધા મળે છે?

તમે જાણો છો સ્પીકરની સેલેરી?

લોકસભાના સ્પીકર, સાંસદનો જ એક સદસ્ય હોય છે. તે માટે તેમને 1954ના સાંસદ અધિનિયમની હેઠળ વેતન, ભથ્થા અને પેન્શન મળે છે. આ અધિનિયમમાં ડિસેમ્બર 2010માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

  • વિશેષ અધિનિયમ અનુસાર લોકસભા સ્પીકરને 50 હજાર રૂપિયા સેલેરીની રીતે મળે છે.
  • સ્પીકરને દર મહીને 45 હજાર રૂપિયા ચૂંટણી ક્ષેત્રનું ભથ્થું મળે છે.
  • સ્પીકરને તેમના સંપૂર્ણ કાર્યકાળ માટે સંસદીય સત્ર અથવા બીજી સમિતિઓની બેઠકમાં ભાગ લેતી વખતે 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું આપવામાં આવે છે.
  • કાર્યકાળ પુરો થયા બાદ સ્પીકરને સંસદના સદસ્ય હોવાના કારણે 2010ના સંસદ બિલના અનુસાર 20000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે.
  • પેન્શન ઉપરાંત સ્પીકરને 1500 રૂપિયાથી વધુ ભથ્થું આપવામાં આવે છે.
  • સંસદના સદસ્પ હોવાના કારણે ઘણી બધી સુવિધાઓ પણ મળે છે.
  • સ્પીકર અને તેમના પરિવારને સદનના મંત્રિમંડળના જેટલું યાત્રા ભથ્થુ પણ આપવામાં આવે છે.
  • લોકસભા સ્પીકર દેશમાં યાત્રા કરી રહ્યા હોય કે વિદેશ પ્રવાસ પર હોય તેમને યાત્રા ભથ્થુ આપવામાં આવે છે.
  • સુવિધાઓમાં મફત આવાસ, ફ્રી યાત્રા અને ફ્રી બોર્ડિંગનો સમાવેશ થાય છે.
  • ફ્રી વિજળી, એક નક્કી કરેલી સીમા સુધી ફ્રી ફોન કોલની સુવિધા

Read Also

Related posts

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

Bansari

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel

અમદાવાદના ગીતા મંદિર ખાતે ઉંઘી રહેલી 11 વર્ષીય બાળકી સાથે પાડોશીએ કર્યા શારિરીક અડપલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!