GSTV

ઘરમાં આ જગ્યાઓ ઉપર ઘડિયાળ લગાવવી મનાય છે અશુભ! જાણો શું કહે છે વાસ્તુ

નવું ઘર હોય કે ઓફિસ દરેક માણસ સુખ-શાંતિ અને લાભ માટે દરેક કામ વાસ્તુનાં હિસાબથી કરવાનું યોગ્ય સમજે છે. વાસ્તુના ચમત્કારિક લાભો કોઈનાંથી પણ છુપાયેલાં નથી. જોકે, વાસ્તુની પાછળ છુપાયેલાં વૈજ્ઞાનિક પ્રભાવને ઘણા લોકો હજી સુધી સમજી શક્યા નથી.

ઘર અથવા ઓફિસમાં નિશ્ચિત એક જ સ્થાન પર ઘડિયાળ લગાવવા માટે રિઝર્વ રાખવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ઘરની કોઈ પણ દીવાલ પર ઘડિયાળ લગાવી દે છે. પરંતુ વાસ્તુના હિસાબથી આવું કરવાનું ખોટું છે. ઘરનાં કોઈ પણ ખૂણામાં કે દીવાલ પર ઘડિયાળ લગાવતા પહેલાં અમુક વાતો ધ્યાનમાં રાખવી બહુજ જરૂરી છે.

  • શું તમે જાણો છો દક્ષિણ દિશામાં બનેલી ઘરની કોઈ પણ દિવાલ પર ઘડિયાળ લગાવવી અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી હંમેશા બચવું જોઈએ.
  • વાસ્તુ મુજબ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરની દિશામાં દીવાલ પર ઘડિયાળ લગાવવી ઉચિત છે, એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
  • વાસ્તુ મુજબ, ઘર અથવા ઓફિસની દિવાલો પર પેંડુલમ ક્લોક એટલેકે લોલકવાળી ઘડિયાળ લગાવવી શુભ માનવામાં આવે છે. તેમાંથી આવતો અવાજ તમને પોઝીટીવ એનર્જી આપે છે.
  • મુખ્ય દ્વારની ઉપર અથવા તો એક્ઝેટ તેની સામેની દિવાલ પર ઘડીયાળને લગાવવી યોગ્ય માનવામાં આવતી નથી. આ જગ્યાઓ ઉપર ભૂલથી પણ ઘડિયાળ ન લગાવો.
  • લગ્નજીવનનો ભરપુર આનંદ લેનારા લોકોએ પોતાના બેડની દિવાલથી ઘડિયાળને દૂર રાખવી જોઈએ.
  • વાસ્તુમાં દિવાલ પર લગાવેલી ખરાબ ઘડિયાળને પણ અશુભ માનવામાં આવે છે. ઘરમાં લગાવેલી કોઈ પણ બંધ ઘડિયાળને તરત જ રિપેર કરાવો અને ત્યારબાદ તેને દિવાલ પર લગાવો.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!