સામાન્ય રીતે વોક કરવું એટલે કે ચાલવું પણ એક કસરત છે. આ કસરત ખાસ એવા લોકો માટે છે, જે જીમ જવા માંગતા નથી. આપણે વહેલી સવારે ઉઠીને ચાલવાના ફાયદા વિશે ઘણું જાણીએ છીએ. પરતું શું તમે ક્યારેક રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? અહીં રેટ્રોનો અર્થ જૂના જમાના સાથે નથી. પરતું તેનો અર્થ થાય છે રિવર્સ વૉકિંગ એટલે કે ઉલટી દિશામાં ચાલવું. રેટ્રો વૉકિંગને પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આ અહેવાલમાં રેટ્રો વૉકિંગના ફાયદા વિશે જાણીએ

વધુ કેલરી થાય છે બર્ન
રેટ્રો વૉકિંગ સામાન્ય વૉકિંગ કરતાં વધુ કૅલરી બર્ન કરી શકે છે. આ રીતે ચાલવાથી મેટાબોલિઝમ સારું રહે છે. જો તમે તમારું વજન ઝડપથી ઓછું કરવા માંગો છો, તો દરરોજ સવારે રેટ્રો વૉકિંગ કરવાથી ફાયદો થઈ શકે છે.
તમારા હૃદયને રાખે છે સ્વસ્થ
માનવામાં આવે છે કે રેટ્રો વૉકિંગ હૃદય વધુ ઝડપથી પંપ ખાય છે, જેના કારણે રક્ત પરિભ્રમણ પણ ઝડપી થાય છે. રેટ્રો વૉકિંગથી પણ હૃદય અને શ્વાસ સંબંધિત બીમારીઓ થતી નથી.
પગ મજબૂત થાય છે
રેટ્રો વૉકિંગ એ તમારા પગના ઓછા સક્રિય સ્નાયુઓને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે વ્યક્તિ પાછળની દિશા તરફ ચાલે છે, ત્યારે તે તમારા હેમસ્ટ્રિંગ્સને ફ્લેક્સ કરે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. એવું માનવામાં આવે છે કે 100 સ્ટેપ્સ રેટ્રો વોક કરવું એ સામાન્ય વોકના 1000 સ્ટેપ્સ બરાબર છે.

પીઠના દુખાવામાં રાહત
કલાકો સુધી કોમ્પ્યુટરની સામે કામ કરવાને કારણે કમર અને પીઠનો દુખાવો થઈ શકે છે. આનાથી માત્ર આપણી મુદ્રા જ ખરાબ થતી નથી, પરંતુ કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે. પાછળની તરફ ચાલવાથી પીઠનો દુખાવો ઓછો થાય છે કારણ કે એક્સટેન્સર્સ સક્રિય થાય છે. આમા મુખ્યત્વે ગ્લુટેસ મેક્સિમસ સ્નાયુઓનો સમાવેશ થાય છે.
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર અને નિષ્ણાતોની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Also Read
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ