GSTV
Home » News » શું તમે જાણો છો કે તમને ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરન્સ

શું તમે જાણો છો કે તમને ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરન્સ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળનારા ગેસ સિલિન્ડરની સાથે 50 લાખ રૂપિયા સુધીનો ઈન્સ્યોરન્સ એકદમ ફ્રી મળે છે. તેનો મતલબ છેકે, જો રસોઈ બનાવતી વખતે એલપીજી સિલિન્ડર ફાટે છે અથવા તો કોઈ ઘટના ઘટે છે. તો પીડિત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

એક સર્વે મુજબ, ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 સિલિન્ડર ફાટવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ લોકો હંમેશા વળતરથી વંચિત રહી જાય છે. કારણકે, તેમને આના વિશે કોઈ માહિતી હોતી નથી. આ વળતર ઈન્સ્યોરન્સ કંપની આપે છે. તેના માટે એલપીજી કંપનીઓ તેમના ગ્રાહકો માટે ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી પબ્લિક લાયાબિલીટી પોલિસી લે છે.

આ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોય છે. તેના માટે એલપીજી કંપનીઓ દર વર્ષે ઈન્શ્યોરન્સ કંપનીઓને મોટી રકમ ચૂકવે છે. તેનો મમતલબ થાય છેકે, જો કોઈ ઘટના ઘટે છે. તો પબ્લિક લાયાબિલીટી પોલિસી હેઠળ ઈન્શ્યોરન્સ કંપનીઓ પિડિત અને તેના પરિવારને વળતર આપે છે. જો પિડિત પક્ષને વળતર ચૂકવવામાં કંપનીઓ આનાકાની કરે અથવા પીડિત પક્ષ વળતરની રકમથી સંતુષ્ટ ન હોય તો તે કોર્ટની શરણ લઇ શકે છે.

એલપીજી સિલિન્ડરથી કોઈ ઘટના થવા પર કોર્ટ વળતરની રાશિ પીડિતની ઉંમર, આવક અને અન્ય શરતોને આધારે નક્કી કરે છે. સામાન્ય રીતે એલપીજી સિલિન્ડર ફાટવાથી ઘરને પણ નુકસાન થાય છે. ઘરના સદસ્યોને ઈજા થાય છે. અને ઘણીવાર તો લોકોનાં મોત પણ થાય છે. અહીં વળતર નુકસાનનાં આધારે નક્કી કરવામાં આવે છે.

વળતરની રકમ ઈન્શ્યોરન્સ કંપનો આપે છે. પરંતુ તેના માટે પિડીતે ક્લેઈમ કરવો પડે છે. જો પિડીત પક્ષ આ વળતરને ક્લેઈમ ન કરે તો તેને વળતર મળી શકતુ નથી. એનું કારણ છેકે, ઈન્શ્યોરન્સ કંપનીઓ આ વળતર પબ્લિક લાયાબિલીટી પોલિસી હેઠળ આપે છે. જેમાં કોઈ વ્યક્તિ વિશેષનું નામ હોતુ નથી. જેથી ક્લેઈમ કરનારાને જ વળતર મળી શકે છે.

READ ALSO

Related posts

બાપ રે ! આવી રીતે પણ બને છે દૂધ ? શૈમ્પુ અને કેમિકલથી બનતા દૂધનો ગોરખધંધો

Pravin Makwana

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!