GSTV

સ્વાસ્થ્ય સુરક્ષા/ શું તમે જાણો છો ભોજનમાં અપાતા સલાડમાં કાકડી અને ટામેટાનું કોમ્બિનેશન ખતરનાક સાબિત થશે

Last Updated on November 25, 2021 by Pravin Makwana

મોટા ભાગે સ્વાસ્થ્ય માટે ખાવાની સાથે સાથે સલાડને પણ ગુણકારી માનવામાં આવે છે. જ્યારે ભારતમાં ભોજન પીરસવામાં આવે છે, તો તેની સાથે સલાડ પણ આપવામાં આવે છે. ખાવાનું જલ્દી પાચન થાય તેના માટે તેને આપવામાં આવે છે. સૌથી પહેલા કાકડી અને ટામેટા મગજમાં આવે છે. મોટા ભાગના લોકો આ બંનેને એક સાથે જ સલાડમાં પીરસે છે. જો કે, સલાડમાં એક સાથે જો આપ તેને ખાશો તો, તે આપના પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે કાકડી અને ટામેટા બંને સ્વાસ્થ્ય માટે સારા છે. જો કે તે આપને ત્યારે જ ફાયદો પહોંચાડી શકે છે. જ્યારે આપ તેને અલગ અલગ સમયે ખાશો.

પેટમાં થાય છે બિમારી

નિષ્ણાંતોનું માનીએ તો, કાકડી-ટામેટા સાથે ખાવાથી ગૈસ, બ્લોટિંગ, પેટ દુખાવો, થાક, અપચો જેવી સ્થિતી આવી શકે છે. ટેસ્ટમાં તો ટામેટા અને કાકડીનું કોમ્બિનેશન ખૂબ સારૂ લાગે છે. પણ શું આપ જાણો છો કે, તેને એકસાથે ખાવાથી આપને પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.

આવા છે કારણ

કાકડી પેટમાં જલ્દી પાચન થઈ જાય છે. જ્યારે ટામેટામાં બિયારણ હોવાથી તેને પાચન થવામાં વાર લાગે છે. હકીકતમાં જ્યારે પણ આપ કાકડી અને ટામેટાનું કોમ્બિનેશન ખાવ છો, તો એસિડ ફોર્મ થવા લાગે છે. તેના કારણે તે પાચન ક્રિયામાં દરેક ખાવાનું અલગથી રિએક્ટ કરે છે. કંઈક સરળતાથી અને કોઈક જલ્દીથી પચી જાય છે. જ્યારે અમુકમાં વધારે સમય લાગે છે. તેમાં બ્લોટિંગ થઈ શકે છે.

તે એક સાથે પેટમાં જઈને અલગ અલગ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. કેટલાય પોષક તત્વોથી ભરપૂર કાકડીમાં અમુક ગુણો એવા પણ છે, જે વિટામીન સી પ્રત્યે વિપરીત રિએક્ટ કરે છે. આ જ કારણ છે કે, કાકડીને ટામેટા સાથે ખાવાની સલાહ આપતા નથી. ભોજપ પહેલા અને ભોજન બાદ સલાદ ખાઓ. યોગ્ય અને હેલ્દી ટાઈમ તેને ખાવાનો છે. આવુ કરવાથી ભોજન પાચનમાં સરળતા થાય છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!