સમગ્ર વિશ્વમાં ચા અને કોફી ખુબ જ લોકપ્રિય છે, જેમાં બ્લેક કોફી, બ્લેક-ટી અને હર્બલ-ટીનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરતું શું તમે ક્યારેક બ્લૂ-ટી એટલે કે બ્લૂ ચા પીધી છે અથવા તેના વિશે સાંભળ્યું છે. બ્લૂ-ટી અપરાજિતાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફૂલોને શંખપુષ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે.

બ્લૂ-ટી બનાવવાની રીત
બ્લૂ-ટીને તૈયાર કરવા માટે એક કપમાં પેનામાં પાણી લો. તેના ગરમ થયા પછી અપરાજિતાના 3 થી 4 ફૂલ નાખો. આ પછી તેને ઉકાળો. આ પછી તેને ગાળી લો અને એક ચમચી મધ નાખો અને તેનું સેવન કરો
ડાયાબિટિઝને કરી શકે છે નિયંત્રિત
ડાયાબિટિઝના દર્દીઓ માટે બ્લૂ-ટી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તના સેવનથી બ્લડ સુગરને નિયત્રિત કરવામાં મદદ મળે છે. આ ડાયાબિટિઝના જોખમને ઘટાડી શકે છે. જોકે તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
યાદશક્તિ વધારે છે
તમે સાંભળ્યું જ હશે કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બ્લૂ-ટી તમારી યાદશક્તિને વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી તણાવમાં ઘટાડો થઈ શકે છે. અલ્ઝાઈમર રોગથી પીડિત લોકો માટે પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પીધા પછી તમે ખૂબ જ હળવાશ અનુભવી શકો છો.
આંખો માટે છે ફાયદાકારક
બ્લૂ ટી પીવાથી આંખોની રોશની પણ વધી શકે છે. આંખની સમસ્યાઓને પણ અટકાવે છે. આમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને અસ્પષ્ટ દ્રષ્ટિની સમસ્યાનો સમાવેશ થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો
બ્લૂ-ટી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. તેમાં ભરપૂર માત્રમાં એન્ટીઑકિસડન્ટ હોય છે. અભ્યાસ પ્રમાણે તે શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવવાનું કામ કરી શકે છે.
પાચન તંત્ર રહે છે સ્વસ્થ
બ્લૂ-ટીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ જોવા મળે છે. આ ચાનું સેવન કર્યા બાદ પાચનતંત્રને સ્વસ્થ રહી શકે છે. તે શરીરના મેટાબોલિઝમને ઝડપથી વધારે છે. આનું સેવન કરવાથી પેટના સ્નાયુઓને ઘણી રાહત મળે છે.
Also Read
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?
- અરેસ્ટ વોરન્ટ બાદ શું ભારત આવવાની હિંમત બતાવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન?
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી