લગ્નની સિઝન ચાલી રહી છે, દરેક પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે. પરતું ઘણા પરિવાર એવા હોય છે કે જે સરળતાથી લગ્નનો બજેટ મેનેજ કરી શકે છે અને કેટલાક એવા પણ હોય છે કે જે લગ્નનો ખર્ચ ઉપાડી શકતા નથી અને પછી પૈસા ઉધાર લે છે. જોકે અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો તમે લગ્ન કરવા માટે પૈસાની ગોઠવણ કરી રહ્યાં છો, તો બેંક પણ તમને પૈસા આપી શકે છે.

નોંધનીય છે કે બેંકો દ્વારા લોકોને લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમને લગ્ન કરવા માટે લોન જોઈએ તો તમે બેંક સમક્ષ આ મુદ્દે અરજી કરી શકો છો. બેંકોમાં અલગ અલગ પ્રકારના લોન આપવામાં આવે છે. જેમાં એક પોર્સનલ લોન છે. આ પર્સનલ લોનમાં વેડિંગ લોન પણ સામેલ છે.
જો તમે પણ વેડિંગ લોન મેળવવા માટે બેંકમાં અરજી કરી રહ્યા છો, તો તમને કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. કેટલીક બેંકો પ્રિ-અપ્રૂવડ લોન પણ આપે છે, જેમાં વગર દસ્તાવેજો પણ લોન આપી શકાય છે. પરતું જો તમારી પાસે પ્રિ-અપ્રૂવડ લોન નથી, તો વ્યક્તિ બેંકનો સંપર્ક કરી શકે છે.
બેંકમાંથી લોન લેવા માટે ઘણા દસ્તાવેજો ખૂબ જ જરૂરી બની જાય છે. આ દસ્તાવેજો વિના લોનની અરજી પણ નકારી શકાય છે. જો તમે બેંકમાંથી પર્સનલ લોન / વેડિંગ લોન મેળવવા માંગતા હો, તો તમારે ઓળખ કાર્ડ (પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ વગેરે) સબમિટ કરવું પડશે.

આ સિવાય એડ્રેસ પ્રૂફ (પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે) પણ આપવું પડશે. છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા 2-3 મહિનાની સેલેરી સ્લિપ, ફોર્મ-16 વગેરે આપવાનું રહેશે. આ પછી જ તમારી લોન અરજી પર આગળ પ્રક્રિયા કરવામાં આવશે અને તમને જાણ કરવામાં આવશે કે તે મંજૂર થઈ છે કે કેમ.
(નોંધ – આ લેખામાં આપવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોના આધાર પર છે. કોઈપણ વસ્તુ અથવા નિર્ણય લેતા પહેલા કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી)
Also Read
- મેનોપોઝ પછી ખાસ જરુરી છે કેલ્શિયમ, નહી તો હાંડકા તૂટવાનો ભય વધી શકે છે
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત