GSTV
Home » News » શું તમે જાણો છો ચંદ્ર પર પહોંચતા ચંદ્રયાનને કેટલા દિવસ લાગવાના છે ?

શું તમે જાણો છો ચંદ્ર પર પહોંચતા ચંદ્રયાનને કેટલા દિવસ લાગવાના છે ?

ભારતના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા આજથી શરૂ થઇ જશે. ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ 15 જુલાઇના મોકૂફ રહેલા લોન્ચિંગની સરખામણીએ આજના લોન્ચિંગમાં ઘણા મહત્વના ફેરફાર કર્યા છે. આજે યાનનો પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશનો સમય 1 મિનિટ વધારવામાં આવ્યો છે.

ચંદ્રયાન-2 હવે 16.23 મિનિટમાં ભ્રમણકક્ષામાં પહોંચશે. જેનો 15 જૂલાઈના નિર્ધારિત સમય 16.22 મિનિટ હતી. યાનના પૃથ્વીનીચોતરફ અંડાકાર આકારે લગાવવાના ચક્કરમાં પણ ફેરફાર કરાયો છે. લોન્ચ બાદ યાનની પેરિજી એટલે કે પૃથ્વીથી ઓછું અંતર 170 કિલોમીટર રહેશે. જો 15 જુલાઇએ યાન લોન્ચ થયું હોત તો આ અંતર 170.06 કિલોમીટરનું હોત.

બીજી તરફ યાનના પૃથ્વી ફરતેના ભ્રમણમાં પણ ફેરફાર કરાયો છે. યાન લોન્ચ થયા બાદ તે હવે પૃથ્વી ફરતે 4 ચક્કર લગાવશે. 15 જુલાઇના રોજ લોન્ચિંગ થયું હોત તો યાન 5 ચક્કર લગાવત. અલબત્ત યાનને ચંદ્ર પર પહોંચવા માટે તો સરખા દિવસો જ લાગશે. આ ઉપરાંત લોન્ચિંગ બાદ યાન વધુ ગતિથી ચંદ્ર તરફ પ્રયાણ કરશે. અંતરિક્ષમાં યાનની ગતિ 10 હજાર 305.78 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. જ્યારે કે 15 જુલાઇના રોજ લોન્ચિંગ થયું હોત તો યાનની ગતિ 10 હજાર 304.66 મીટર પ્રતિ સેકન્ડ હોત. મતલબ કે ગતિમાં પણ 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરાયો છે.

READ ALSO

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!