દુનિયાના દરેક વ્યક્તિને લાંબી હાઇટ જોઈતી હોય છે. કેટલાક લોકોની હાઇટ સારી હોય છે તો કેટલાક લોકો નાના જ રહી જાય છે. એવામાં આજે અમે તમને એક વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનું કદ પહેલવાન દિલીપ સિંહ રાણા ઉર્ફ “ધ ગ્રેટ ખલી” કરતા પણ વધારે છે. જણાવી દઇએ કે હાઇટને કારણે જ કેટલીય વાર આ છોકરીની મજાક ઉડાવવામાં આવી છે. પરંતુ હાઇટના કારણે જ આ છોકરીનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ થઇ ચૂક્યું છે.

આ લાંબી છોકરીનું નામ રુમેસા ગેલગી છે. જેની ઉંમર 25 વર્ષની છે. જણાવી દઇએ કે રુમેસા તુર્કીની રહેવાવાળી છે અને તેની હાઈટ 7 ફિટ 7 ઇંચ છે. જયારે ગ્રેટ ખલીની હાઇટ 7 ફિટ 1 ઇંચ છે. રુમેસાના નામે ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે. સૌથી લાંબી ટીનેજર, એક જીવિત મહિલાની સૌથી લાંબી આંગળી 4.4 ઇંચ અને અને સૌથી લાંબી જીવિત મહિલાની પીઠ 23.58 ઇંચનો વિશ્વ રેકોર્ડ સામેલ છે. જેની સાથે જ રુમેસાના નામે સૌથી લાંબો હાથનો પંજો હોવાનો રેકોર્ડ પણ છે. જયારે તેનો જમણો હાથ 9.81 ઇંચ અને ડાબો હાથ 9.55 ઇંચ છે.

રુમેસા ચાલવા માટે વ્હીલચેર કે પછી વોકિંગ સ્ટીકનો ઉપયોગ કરે છે કારણકે તે પોતાની ઊંચાઈના કારણે ઝડપથી ચાલી શકતી નથી. તેને ખાવાનું પણ ધીમે ધીમે ખાવું પડે છે નહિ તો જમવાનું તેના ગળામાં અટવાઇ જાય છે. આ સાથે જ તેને શ્વાસ લેવા અને ઉભા થવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. રુમેસાએ કહ્યું કે લાંબી હોવા છતાં પણ તેની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી પરંતુ મારી ઉપર થયેલા કોમેન્ટને કારણે હું અંદરથી વધારે મજબૂત બની છું. તે હવે કોઈપણ નેગેટિવ કોમેન્ટનો સામનો કરી શકે છે. તેને લોકોને જાગૃત કર્યા કે આ કોઇ વિકાર નથી પરંતુ તે બીજા લોકોથી અલગ છે. તો લોકોએ તેનાથી ડરવાની કોઇ જરૂર નથી.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી