GSTV

ગીગૂ વાર્તાની જેમ સોનાના ઈંડા આપતી મરઘી નથી પણ 66 કરોડની માલકિન છે, બાઉન્સરો રહે છે સાથે

તમે એવા અનેક લોકો વિશે સાંભળ્યું હશે જે જીવનના એક તબક્કે ગરીબીમાં જીવન જીવતા હોય અને પોતાની મહેનતથી આગળ આવી સફળતાના શિખરો સર કરી અને ધનવાન બન્યા હોય. લોકો અમીર બને એટલે તેમની પાસે ધન, કાર, બેન્કબેલેન્સ વધે છે.

આવા લોકો પોતાની સુરક્ષા માટે સ્ટાફ પણ રાખે છે. આ વાતો માણસો માટે સામાન્ય છે. પરંતુ આ તમામ સુવિધાઓ એક મરઘીને આપવામાં આવતી હોય તો ? તો ચોક્કસથી તમને આશ્ચર્ય થશે અને આ બાબતે વધુ જાણવામાં રસ પણ પડશે. તો ચાલો આજે જાણો દુનિયાની એકમાત્ર કરોડપતિ મરઘી વિશે. સામાન્ય રીતે તો મરઘી બજારોમાં વેંચાતી અને ખવાતી હોય ચે. પરંતુ આ એવી મરઘી છે જે અઢળક સંપત્તિની માલિક છે.

આ મરઘીને કોઈ સ્પર્શ પણ ન કરે તે માટે તેની સુરક્ષામાં જવાનો ખડેપગે રહે છે. આ મરઘીનું નામ ગીગૂ છે. ગીગૂ પેલી વાર્તાની જેમ સોનાના ઈંડા આપતી મરઘી નથી. પરંતુ તેની પાસે 1 કરોડ ડોલર એટલે કે અંદાજે 66 કરોડ 95 લાખની સંપત્તિ છે. તેમાં બંગલો, નોકર, ગાડી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.

ગીગૂને આ સંપત્તિ તેના માલિકના વારસામાંથી મળી છે. ગીગૂના બે માલિક હતા. પરંતુ બંને માલિકનું અવસાન થયું અને બંનેએ પોતાની સંપત્તિ ગીગૂના નામે કરી દીધી હતી. હવે જો કોઈ કારણોસર ગીગૂનું અવસાન થાય તો તેની સંપત્તિ તેના બચ્ચાના નામે થઈ જશે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક લોકો એવા છે જેમને બે સમય જમવાનું પણ મળતું નથી તેવામાં એક મરઘી પાસે કરોડોની મિલકત છે જેના વારસદાર તેના બચ્ચા હશે.

Read Also

Related posts

વિચિત્ર ઘટના / એક-બે નહિ પણ ચાર-ચાર યુવકો સાથે ઘરેથી ભાગી યુવતી, ચિઠ્ઠી ઉપાડીને કરાયો લગ્નનો નિર્ણય

Zainul Ansari

ઑફિસમાં મહિલાઓ સાથે આવી હરકત કરતાં હોય તો બંધ કરી દેજો, જોઇ લો આ શખ્સને મળી કેવી સજા

Bansari

જાણવા જેવું: ‘मैं धारक को 100 रुपये अदा करने का वचन देता हूं’ આપને ખબર છે નોટ પર લખાયેલ આ વાક્યનો શું થાય છે અર્થ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!