શિયાળાની ઋતુમાં વ્યક્તિએ સ્વેટર અને ગરમ ટોપી પહેરી હોય પરતુ કેટલીકવાર તેમના પગમાં ઠંડી લાગે છે પરતું હવે માર્કેટમાં આ સમસ્યાનો પણ સમાધાન સામે આવી ગયો છે. પગમાં કોઈ તકલીફ ન થાય તે માટે માર્કેટમાં એક નવો પ્રોડક્ટ સામે આવ્યું છે, જે શિયાળાની સિઝનમાં પગને ગરમ રાખવામાં મદદ કરે છે. આ એક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે અને માર્કેટમાં તેની ઘણી ચર્ચા છે.

ક્યુ છે આ ડિવાઈસ
વાસ્તવમાં અમે જે ઉપકરણ વિશે વાત કરી રહ્યા છીએ તે યુએસબી ઈલેક્ટ્રિક હીટેડ ઈન્સોલ્સ કહેવામાં આવે છે. દરેક શૂઝની અંદર એક ઈન્સોલ હોય છે, પરંતુ તે ખૂબ જ પાતળા હોય છે અને તેનાથી ઠંડી અટકતી નથી, પરંતુ અમે તમને જે ઈન્સોલ વિશે જણાવી રહ્યાં છે, તે હીટરની જેમ ગરમ થઈ જાય છે. તેની હીટીંગને યુઝર નિયંત્રિત કરી શકે છે અને જરૂર મુજબ ફેરફાર કરી શકે છે. આ ઈન્સોલ યુએસબીની મદદથી પાવરનો ઉપયોગ કરે છે અને પગમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.

શું છે ખાસિયત
નોંધનીય છે કે આ હીટેડ ઈન્સોલને બનાવવા માટે સોફ્ટ ઈલાસ્ટિક ઈવીએમ ફોર્મનો ઉપયોગ કરે છે. ફક્ત એ પગ માત્ર આરામદાયક જ નથી પરતું હુંફ પણ આપે છે. તેમને લગાવ્યા પછી કોઈપણ શૂઝને હીટેડ શૂઝમાં તબ્દીલ કરી શકાય છે. માર્કેટમાં આ શૂઝ 2 હજારથી 4 હજાર રૂપિયાની કિંમતમાં મળે છે.
Also Read
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર