GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

શું છે ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર મળનારી ફેમ સબસિડી, કેવી રીતે મળે છે તમને લાભ, જાણો

ભારતીય ઓટો-મોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. લોકો પણ આ ઈલેક્ટ્રિક વાહનોને પસંદ કરી રહ્યાં છે અને સરકાર પણ તેના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ખરીદી પર સબસિડી આપી રહી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફેમ સબસિડી શું છે અને તેનો લાભ કેવી રીતે મળે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ફેમ સબસિડી શું છે અને સરકારે તેને ક્યારે અને કેમ શરૂ કરી છે.

શું છે ફેમ

ઉત્સર્જન મુક્તિ ટેકનોલોજી અને ઈંધણ પણ નિર્ભતા ઘટાડવા માટે સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. આ માટે સરકારે ફેમ સબસિડી એટલે કે ફાઉન્ડર ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન ઈન્ડિયાની શરૂઆત કરી. વર્ષ 2019માં સરકારે પહેલીવાર તેને  રજુ કરી હતી અને ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડીનો લાભ આપ્યું.

ફેમ – 2

વર્ષ 2019 પછી ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદનમાં તેજી આવી હતી. લોકોએ ઈલેક્ટ્રિક વાહનને ખુબ પંસદ કર્યા અને ફેમ સબસિડીને પ્રોત્સાહન આપવા માટે ફેમ-2 વર્ષ 2021માં લોન્ચ કર્યું હતું. આ વખતે સબસિડીની રકમને વધારી દેવામાં આવી હતી અને તેને 10 થી 15 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ કરી દેવામાં આવી હતી.

કેવી રીતે મળે છે તમને ફાયદો

ફેમ સબસિડીનો સીધો લાભ ઈલેક્ટ્રિક વાહન ખરીદનાર ગ્રાહકને મળે છે. ઉદાહરણ તરીકે  જો તમે રૂ. 1 લાખની કિંમતની કાર ખરીદો છો અને તેમાં 2 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર છે, તો તમે તેના પર રૂ. 15,000 પ્રતિ કિલોવોટના દરે 30,000 રૂપિયાની બચત કરશો. એટલે કે તમારે વાહન ખરીદવા માટે 70 હજાર રૂપિયા ચૂકવવા પડશે. કંપનીને સબસિડીની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

Also Read

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV