GSTV
Health & Fitness Life Trending

શું તમને એલાર્મ સ્નૂઝ કરીને ફરીથી સૂઈ જવાની આદત છે? તો થઈ જાઓ સાવધાન!

ઊંઘ કોને પ્રિય હોતી નથી. ઘણા લોકો સવારે હજુ થોડુ વધારે કરતા એલાર્મ સ્નૂઝ કરી દે છે. તમે પણ ઘણીવાર આવુ કર્યુ હશે. સવારે પહેલીવારના એલાર્મથી ઉઠવાનું ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે થોડી વધુ ઊંઘ માટે તેઓ વાગતા એલાર્મને કા તો બંધ કરી દે છે અથવા સ્નૂઝ પર નાખી દે છે. પરંતુ શું તમે જાણો છો કે એલાર્મને સ્નૂઝ પર નાખવુ તમારા આરોગ્ય માટે કેટલુ જોખમી સાબિત થઈ શકે છે.

કહેવાય છે કે સવારે જલ્દી ઉઠવુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ એકદમ સત્ય છે. જોકે આનો ફાયદો પણ માત્ર તે લોકોને મળે છે જે એલાર્મ વિના ઉઠી જાય છે પરંતુ જે લોકો એલાર્મ વિના ઉઠી શકતા નથી અને સ્નૂઝ બટન દબાવતા રહે છે તેમનુ આરોગ્ય અન્ય લોકોની તુલનામાં ખરાબ હોઈ શકે છે.

એક સંશોધનમાં સામે આવ્યુ છે કે સ્નૂઝ બટનનો વારંવાર ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારુ નથી. એવુ એટલા માટે કેમ કે આવુ કરવાથી ઊંઘ ખરાબ થાય છે. હંમેશા પહેલા જ એલાર્મમાં ઉઠી જવુ શ્રેષ્ઠ રહે છે. આવો તમને સ્નૂઝ બટન વિશે અમુક એવી જાણકારી આપીએ છીએ જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય. 

શું છે વૈજ્ઞાનિકનો તર્ક?

સામાન્યરીતે એવુ હોય છે કે લોકો એલાર્મ વાગવાના અમુક સમય બાદ ઉઠે છે અને આને સ્નૂઝ કરી દે છે. જેની પાછળ સાયન્ટિસ્ટનો તર્ક ખૂબ રસપ્રદ છે. સ્નૂઝ બટનનો આવિષ્કાર થયો હતો ત્યારે એન્જિનિયર એલાર્મના ડ્યૂરેશનને વધારવા ઈચ્છતા હતા. જોકે તેમણે એવુ કર્યુ નહીં. આ સ્નૂઝ બટનનો આવિષ્કાર 50ના દાયકામાં કરવામાં આવ્યો હતો જ્યારે સ્નૂઝ બટનનો આવિષ્કાર કરવામાં આવ્યો ત્યારે ઘડિયાળનું ગિયર સાઈકલ 10 મિનિટનું રાખવામાં આવ્યુ હતુ. 

સ્નૂઝ બટન માટે ગિયર જોડવાના કારણે એક્સપર્ટે સલાહ આપી હતી કે એલાર્મના સ્નૂઝ બટનના સાઈકલને 10 મિનિટથી ઓછો અથવા વધારે કરી દેવો જોઈએ. કેમ કે અન્ય ભાગના કોઓર્ડિનેશનમાં ગૂંચવણ ના થાય. અંતે નિર્માતાઓએ આને ઘટાડીને 9 મિનિટ કરવાનો નિર્ણય લીધો. સ્નૂઝ બટનના સાઈકલને 9 મિનિટ કરવા પાછળ એક્સપર્ટ તર્ક આપે છે કે એલાર્મને બંધ કરવાના 10 મિનિટ બાદ વ્યક્તિ ગાઢ ઊંઘમાં જતા રહે છે. દરમિયાન જો સ્નૂઝ બટનનો સમય 10 મિનિટ કે પછી તેનાથી વધારે રાખવામાં આવે તો એલાર્મ ઘણીવાર સંભળાતુ નથી અને વ્યક્તિ સૂતો જ રહી જાય છે.

આરોગ્ય પર પડે છે ખરાબ અસર

સ્લીપ એક્સપર્ટનું માનવુ છે કે સ્નૂઝ બટન દબાવવાથી સવારે ઘણીવાર થાક અનુભવાય છે અને આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. જેમાં કોઈ શંકા નથી કે સ્નૂઝ બટન તમારી ઊંઘને ખરાબ કરે છે અને આરોગ્ય માટે પણ આ જોખમી છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનથી જાણ થાય છે કે સ્નૂઝ બટનનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારો નથી.

Related posts

પ્રેમમાં દગાખોરી/ સુરતમાં સગીર યુવકને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા,રૂપિયા 12 લાખ પડાવી યુવતી થઈ ગઈ ગાયબઃ નોંધાઈ ફરિયાદ

HARSHAD PATEL

IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત

Padma Patel

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja
GSTV