GSTV
ANDAR NI VAT Trending

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

હીરો તૈયાર કરવામાં લાખો વર્ષો નીકળી જાય છે. ડાયમંડ લાંબા સમય સુધી ભારે દબાણમાં હાજર કાર્બનનું બદલાયેલુ રૂપ હોય છે. પૃથ્વીથી નીચે લગભગ 150 કિલોમીટરની ઊંડાઈમાં અને 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુના તાપમાનમાં કોલસો હીરાના રૂપમાં બદલાય છે પરંતુ આ હીરો હવે થોડા જ દિવસની અંદર અને ઓછી મહેનતમાં લેબમાં જ બનીને તૈયાર થઈ શકે છે.

કહેવાય છે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલા ભારતમાં હીરાની શોધ થઈ હતી અને પછી સમગ્ર દુનિયામાં લોકો આની શોધમાં લાગી ગયા. હીરાની શોધના માર્ગે ચાલનારી દુનિયાએ વાતાવરણને ખૂબ નુકસાન પહોંચાડ્યુ છે. આ સાથે જ તેની ચાહતે ગુનાખોરીને પણ પ્રોત્સાહન આપ્યુ છે. ભ્રષ્ટાચાર પણ વધ્યો અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

જોકે, ધીમે-ધીમે પૃથ્વીની નીચે હીરાનુ પ્રમાણ પણ ઓછુ થતુ ગયુ પરંતુ વિજ્ઞાનની મદદથી લોકોએ આને ધરતીથી ઉપર એટલે કે લેબમાં તૈયાર કરવાનો ફોર્મ્યુલા અપનાવ્યો. 

1950થી દુનિયાના ખૂણે-ખૂણે આર્ટિફિશિયલ હીરાનું ચલણ શરૂ થઈ ગયુ. લેબમાં તૈયાર થનારા આ હીરા દેખાવમાં એકદમ અસલી જેવા હોય છે પરંતુ આની કિંમતમાં જમીન-આસમાનનું અંતર હોય છે. આ હીરાની કિંમત અડધી હોય છે એટલે કે આ ખૂબ સસ્તા હોય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં પહેલી વખત લેબમાં વર્ષ 2004માં હીરાને તૈયાર કરવામાં આવ્યો હતો.

લેબમાં હીરાને બનાવતી વખતે કાર્બનના અમુક અણુઓને એકબીજા સાથે ભારે પ્રેશર અને તાપમાનની મદદથી જોડવામાં આવે છે અને આ પ્રક્રિયા બાદ તૈયાર થાય છે લેબવાળો હીરો. આ હીરો દેખાવમાં, મજબૂતીમાં અને બનાવટમાં બિલકુલ અસલી હીરા જેવો હોય છે. આગામી સમયમાં લેબમાં તૈયાર થનારા હીરાની ઉપલબ્ધતા વધારે સરળ હશે અને આ સસ્તુ પણ હશે. આનાથી ખોદકામ દરમિયાન થનારુ પ્રદૂષણ પણ ઓછુ થશે

Also Read

Related posts

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV