GSTV
Gujarat Government Advertisement

વિરોધ કરવો હોય તેટલો કરી લો પણ CAA આવશે જ

Last Updated on March 2, 2020 by Mayur

દિલ્હીની ચૂંટણી પુરી થતા હવે જે રાજ્યોમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યાં અત્યારથી જ રાજકારણ શરૂ થઇ ગયું છે અને બન્ને દ્વારા સામસામે આક્ષેપો થવા લાગ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી હિંસા બાદ દાવો કર્યો હતો કે મમતા બેનરજી હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે હું મમતા દીદીને પૂછવા માગુ છુ કે તમે આપણા શરણાર્થીઓના હિતોને દુ:ખી કેમ કરી રહ્યા છો?

ટ્રેનો સળગાવાઈ રહી છે

સીએએના વિરોધ માટે ટ્રેનોને સળગાવવામાં આવી હોવાના આરોપો મમતા બેનરજી અને તેમના પક્ષના કાર્યકર્તાઓ પર અમિત શાહે લગાવ્યા હતા. અમિત શાહે સાથે દાવો કર્યો હતો કે સીએએનો વિરોધ કરવા માટે ટ્રેનો સળગાવાઇ રહી છે પણ તેનાથી નુકસાન અન્ય દેશોના લઘુમતી જેમ કે હિંદુ, બૌદ્ધ, શીખ વગેરેને થઇ રહ્યું છે કેમ કે સીએએ આ દેશોના પીડિત લઘુમતીઓને ભારતની નાગરિક્તા આપવા માટે છે.

મમતા આ કાયદાનો અમલ થતા અટકાવી નહીં શકે

સાથે જ અમિત શાહે એવો દાવો કર્યો હતો કે મમતા દીદી ગમે તેટલી ટીકા આ કાયદાની કરી લે, પણ તે આ કાયદાનો અમલ થતા અટકાવી નહીં શકે. કોલકાતામાં એક રેલીને સંબોધતી વેળાએ અમિત શાહે આ નિવેદન કર્યું હતું. સાથે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજીને માત્ર ઘુસણખોરોની જ ચીંતા છે જ્યારે ખરેખર પીડિત તો આપણા પાડીશો દેશમાં રહેતા લઘુમતી હિંદુઓ અને શીખો વગેરે છે જેને સીએએ દ્વારા ભારતની નાગરિકતા આપવામાં આવશે. સાથે જ અમિત શાહે કહ્યું હતું કે ભાજપને લોકસભામાં 18 બેઠકો આપવા બદલ હું પશ્ચિમ બંગાળના નાગરિકોનો આભાર વ્યક્ત કરૂં છું.

આતંકવાદને લઈ ભારત જરા પણ નહીં ચલાવી લે

આતંકવાદને યાદ કરતા અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદને લઇને ભારત થોડું પણ નહીં ચલાવી લે, એનએસજીના 29મા સ્પેશિયલ કમ્પોઝિટ ગુ્રપ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરતી વેળાએ અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે એનએસજીના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે એનએસજી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવે છે. આતંકી હુમલાને યાદ કરતા અમિત શાહે કહ્યું હતું કે ભારતે સામે ચાલીને પોતાના ઇતિહાસના એક હજાર વર્ષમાં એક પણ વખત કોઇ દેશની ધરતી પર પહેલા હુમલો નથી કર્યો. પણ જો કોઇ અમારી ધરતી પર પગ મુકશે તો તેને બક્ષવામાં નહીં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!