જસદણમાં જરૂર પડે તો ધોકાવાળી કરજો પણ પાછા ન પડતા, કોંગ્રેસના MLAનો બફાટ

જસદણની પેટાચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ છે તેવાં લીમડીના ધારાસભ્યએ સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો છે. તેઓએ જસદણ પેટા ચૂંટણીના પ્રચાર માટે વિરમગામના કોંગ્રેસ કાર્યકરોને આહવાન કરતા વિરમગામનું ખમીર બતાવવાની વાત કહી હતી. કાર્યકરોને તન-મન- ધન અને જરૂર પડ્યે તો ધોકાવાળી કરવાની વાત કહી ઉશ્કેરણીજનક નિવેદન આપ્યુ છે. તેઓએ ચૂંટણી જીતવા જે કરવુ પડે તે કરજો તેમ પણ કહ્યુ છે. તેમણે ભાજપ સત્તા પર છે અને તેઓ કંઈ અટકચાળો કરાવે તો પાછા ન પડતા તેમ પણ કહ્યુ છે. જસદણની પેટાચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ છે. જસદણ પેટા ચૂંટણીમા પ્રચાર માટે વિરમગામના કોંગ્રેસ કાર્યકરોને આહવાન કરતા વિરમગામનું ખમીર બતાવવાની વાત કહી હતી.

કોંગ્રેસમાં આ બે નામ છે પ્રબળ દાવેદાર

જસદણ પેટા ચૂંટણીને ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. જોકે કોંગ્રેસે કોળી સમાજમાંથી જ ઉમેદવાર પસંદગી કરવાનું મન બનાવ્યુ છે. જસદણ બેઠક માટે કોંગ્રેસમાંથી અવચર નાકિયા ઉપરાંત ડોકટર મનસુખ ઝાપડિયાનું નામ સામે આવ્યુ છે. અવસર નાકિયા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રબળ દાવેદાર મનાય છે. સ્થાનિક નેતાઓ તેમને પસંદ કરી રહ્યા છે.પરંતુ પ્રદેશ નેતાગીરી મનસુખ ઝાપડિયા પર પસંદગી ઉતારી રહી છે. જોકે ત્રણ દિવસ ગુજરાત મુલાકાત રાજીવ સાતવ પાંચ નામ સાથે દિલ્હી ગયા છે અને બે દિવસમાં પાર્ટી હાઈકમાન્ડ નામ જાહેર કરશે તેમ કહ્યુ છે. ત્યારે હવે વધુ બે દિવસ રાહ જોવી પડશે.

બાવળિયા પણ આવતીકાલે શક્તિ પ્રદર્શન કરશે

ભાજપ-કોંગ્રેસ માટે બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે જસદણના કોળી આગેવાન કુંવરજી બાવળિયાને જ મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોળી પટેલનું સૌથી વધુ પ્રભુત્વ છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સામે કોળી આગેવાન ઉતારવાની તૈયારી કરી છે. કુંવરજી બાવળિયા પણ આવતીકાલે શક્તિ પ્રદર્શન સાથે 12.39 કલાકે ફોર્મ ભરવાના છે. જોકે તે પહેલા સવારે નવ વાગ્યે તેઓ સભા સંબોધશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter