GSTV

અતિઅગત્યનું/ LPG સબસિડીના પૈસા મેળવવા હોય તો આ વસ્તુ કરવાનું ભૂલતા નહીં, ઘરેબેઠા મિનિટોમાં થઇ જશે તમારુ કામ

lpg

Last Updated on November 24, 2021 by Bansari

LPG Subsidy: LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. સબસિડી તરીકે ગ્રાહકોના ખાતામાં પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા જમા થવા લાગ્યા છે. પરંતુ, જો તમે પણ LPG સિલિન્ડર ખરીદો છો અને તમારા ખાતામાં સરકાર તરફથી કોઈ સબસિડી જમા થઇ નથી, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે સબસિડી કેમ બંધ થઇ જાય છે. જો તમને સબસિડી ન મળી રહી હોય તો તમારે તપાસ કરવી જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે. LPG સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સબસિડીના કારણે સામાન્ય લોકોને સિલિન્ડરની મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે. ચાલો જાણીએ કે સબસિડીની તપાસની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે થાય છે.

આ કારણે બંધ થઈ શકે છે LPG સબસિડી

જો તમને સબસિડી નથી મળી રહી તો તેના ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ એ કે તમે તમારો બેંક એકાઉન્ટ નંબર સાચી રીતે દાખલ કર્યો નથી. તમે આ દાયરામાં ન આવતા હોય તે પણ એક કારણ હોઈ શકે છે. જો કે, જો તમે નથી જાણતા કે LPG સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, તો તે જાણવાનો રસ્તો શું છે, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ. આ માટે તમારે ક્યાંય જવાની કે કોઈને પૂછવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ મિનિટોમાં આ સરળતાથી જાણી શકો છો. આ રીત ખૂબ જ સરળ છે.

LPG
  • આ માટે પ્રથમ www.mylpg.in વેબસાઇટની વિઝિટ કરો.
  • આ પછી તમને જમણી બાજુએ ત્રણ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે.
  • તમારા સર્વિસ પ્રોવાઈડર જે પણ હોય તેના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
  • આ પછી એક નવી વિન્ડો ખુલશે જેમાં તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની માહિતી હશે.
  • ઉપર જમણી બાજુએ સાઇન-ઇન અને ન્યૂ યુઝરનો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.
  • જો તમારું ID પહેલેથી જ બનેલું છે તો તમારે સાઇન-ઇન કરવું પડશે.
  • જો ID ન હોય તો તમારે નવો યુઝર સિલેક્ટ કરવુ પડશે.
  • આ પછી, જે વિન્ડો ખુલશે તેમાં જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.
  • તમને ખબર પડશે કે તમને સબસિડી મળી રહી છે કે નહીં.
  • જો તમને સબસિડી ન મળી હોય તો તમે 18002333555 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
lpg

આ કારણે બંધ થઈ જાય છે સબસિડી

સરકાર ઘણા લોકોને LPG સિલિન્ડર પર સબસિડી નથી આપતી, તેનું કારણ એ હોઈ શકે છે કે તમારું આધાર લિંક નથી. બીજી વાત એ છે કે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તો સરકાર તેમને સબસિડીના દાયરાની બહાર રાખે છે, એટલે કે સબસિડી આપવામાં આવતી નથી, તેથી જો તમારી આવક 10 લાખથી વધુ હોય અને તમે અરજી કરી શકો છો તો તમે સબસિડીના હકદાર નથી. આમાં એક મહત્વની બાબત એ પણ છે કે જો તમારી આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોય પરંતુ તમારી પત્ની અથવા પતિ પણ કમાતા હોય અને બંનેની આવક 10 લાખ કે તેથી વધુ હોય તો પણ સબસિડી નહીં મળે.

તમને કેટલી સબસિડી મળે છે

હાલના સમયમાં ઘરેલુ ગેસ પરની સબસિડી ઘણી ઓછી રહી ગઇ છે. સબસિડી તરીકે ગ્રાહકોના ખાતામાં 79.26 રૂપિયા આવી રહ્યા છે, જોકે એક સમય હતો જ્યારે સિલિન્ડર પર 200 રૂપિયા સુધીની સબસિડી મળતી હતી. હવે ગ્રાહકોને સિલિન્ડર પર ઓછી સબસિડી મળી રહી છે તો બીજી તરફ સિલિન્ડરની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!